‘જન્નત’ ફેમ આ અભિનેત્રીએ માલદીવ્સમાં લગાવી આગ
માલદીવ્સઃ ‘જન્નત’ ફેમ અભિનેત્રી સોનલ ચૌહાન માલદીવ્સમાં મોજ કરતી જોવા મળી છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી માલદીવ્સમાં વેકેશનની પળો માણી રહી છે, પરંતુ મજાની એ વાત છે કે તેના બિકિનીમાં પોસ્ટ કરેલા ફોટોગ્રાફે આગ લાગવી છે.
સાઉથની ફિલ્મો હોય કે બોલીવુડની ફિલ્મો જોવા મળેલી સોનલ ચૌહાને હવે પોતાની આગવી ઓળખ મેળવી છે. ઈમરાન હાશમીની જન્નત ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂમાં કરીને પણ સોનલ છવાઈ ગઈ હતી. ભલે હવે ફિલ્મોમાં જોવા મળતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. પોતાની વ્યક્તિગત લાઈફસ્ટાઈલ અંગે કોઈ પોસ્ટ કરીને પણ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
માલદીવ્સમાં વેકેશન એન્જોય કરતી વખતે બિકિનીના ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. તેના ફોટોગ્રાફ વાઈરલ થયા પછી તેના ચાહકોએ જોરદાર કમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યું હતું કે બ્યુટિફુલ એન્ડ સિઝલિંગ તો બીજા યૂઝરે લખ્યું હતું કે વાહ, જલપરી ક્યાંથી આવી? કમેન્ટ સિવાય સોનલ ચૌહાનના ફોટોગ્રાફ પર લાખો લોકોએ લાઈક આપી હતી. છેલ્લા ત્રણેક દિવસથી અવનવી બિકિનીમાં ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનલ છેલ્લે નાગાર્જુન સાથે ધ ઘોસ્ટ ફિલ્મમાં જોવા મળ હતી. આ ફિલ્મમાં બંનેએ ઈન્ટીમેટ સીનમાં જોવા મળી હતી અને એ સીનને કારણે પણ તે લાઈમલાઈટમાં આવી હતી. બંનેની જોડીએ તેના ચાહકોનું પણ દિલ જીતી લીધું હતું. ઈન્સ્ટાગ્રામ પર 5.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે 2,600થી વધુ પોસ્ટ કરી ચૂકી છે.