કાજોલ પહેલા અજય દેવગનના દિલમાં વસી ગઇ હતી આ અભિનેત્રી, પણ…..
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે નેવુંના દાયકામાં લાંબા સમય સુધી લોકોના દિલ પર રાજ કર્યું હતું. કરિશ્માનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતું. કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો તેની દમદાર એક્ટિંગ અને સુંદરતાના દિવાના હતા. કરિશ્મા કપૂર પરિવારમાંથી આવે છે, પરંતુ તેણે ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. સુંદરતાની સાથે સાથે કરિશ્મા એક્ટિંગ અને ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. કરિશ્માએ તેની કારકિર્દીની ટોચ પર બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા, જેમની સાથે તેણે પછીથી છૂટાછેડા લીધા હતા. કરિશ્મા તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી હતી. સંજય કપૂર પહેલા પણ અભિનેત્રી સિરિયસ રિલેશનશીપમાં રહી ચૂકી હતી.
કરિશ્મા કપૂર ટોચની હિરોઈન હતી.દરેક ફિલ્મ નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગતા હતા. ગોવિંદા સાથે તે બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહી હતી. કરિશ્મા કપૂરનું નામ ઘણા કલાકારો સાથે જોડાયું હતું. આ સમય દરમિયાન તે તેના કો-સ્ટાર અજય દેવગનના પ્રેમમાં પડી ગઈ હતી. અજય દેવગણ કરિશ્મા કપૂર સાથે સિરિયસ રિલેશનશિપમાં હતો. તેઓ જીગરના સેટ પર ડેટિંગ કરવા લાગ્યા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને લોકોએ તેમની જોડીને ખૂબ પસંદ કરી. આ ફિલ્મ પછી, કરિશ્મા અને અજયે સતત 4 ફિલ્મોમાં સાથે કામ કર્યું, જેમાં ‘સંગ્રામ’, ‘શક્તિમાન’, ‘ધનવાન’ અને ‘સુહાગ’નો સમાવેશ થાય છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.
જોકે, બાદમાં બંનેનું બ્રેક અપ થઇ ગયું. એવું પણ કહેવાય છે કે અજય દેવગણ અને કરિશ્મા કપૂરના અલગ થવા પાછળનું કારણ અભિનેત્રી મનીષા કોઈરાલા હતી. મનીષા અને અજયે કચ્ચે ધાગે, હિન્દુસ્તાન કી કસમ, કંપની, લજ્જા, ધનવાન જેવી કેટલીક ફિલ્મો સાથે કરી હતી . એવું માનવામાં આવે છે કે આ દરમિયાન તેઓ નજીક આવ્યા હતા, જેને કારણે કરિશ્માએ અજય સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.
એ સમયે કરિશ્માને ઇશ્ક ફિલ્મની ઓફર મળી હતી, પણ તેમાં તેની સામે અજય દેવગન હતો. તેથી તેણે ઓફર ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મમાં ત્યાર બાદ કાજોલે અજય દેવગન સાથે જોડી બનાવી અને બંને રિઅલ લાઇફમાં પણ પ્રેમમાં પડ્યા અને પરણી ગયા. તો કરિશ્મા કપૂરે દિલ્હીના બિઝનેસમેન સંજય કપૂરને પતિ તરીકે પસંદ કર્યો.