આ એક્ટ્રેસે કેન્સલ કર્યું Maldivesમાં શૂટિંગ કેન્સલ, પોસ્ટ કરી કહ્યું હું…
છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર Boycott Maldive હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે અનેક બોલીવૂડના સેલેબ્સે પણ ભારતના લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરૂ કરી દીધું છે. ટુરિસ્ટ તો પોતાની બુકિંગ કેન્સલ કરી રહ્યા છે પણ એની સાથે સાથે જ હવે માલદીવમાં થનારી ફિલ્મોના શૂટિંગના પ્લાન પણ કેન્સલ થઈ ગયા છે. અક્ષય કુમાર, જ્હોન અબ્રામહ, કૈલાશ ખેર, ઈશા ગુપ્તા, અમિતાભ બચ્ચન સહિત અનેક બોલીવૂડના સેલેબ્સ પણ ફેન્સને માલદીવ જવાને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરી રહ્યા છે.
આ બધા વચ્ચે એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડેએ પણ કેટલાક સ્ક્રીન શોટ શેર કર્યા છે જેમાં માલદીવમાં થનારા શૂટિંગને કેન્સલ કરવાની વાત થઈ રહી છે. પૂનમ પાંડેએ આ ચેટના સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું છે કે મને માલદીવમાં શૂટિંગ કરવાનું પસંદ છે પણ હવે હું ક્યારેય માલદીવમાં શૂટિંગ નહીં કરું. જ્યારે મેં માલદીવમાં હું મારા આગામી શૂટને શેડ્યુલ કર્યું ત્યારે મેં મારી ટીમને જણાવી દીધું કે હું શૂટ નહીં કરું જો શૂટ માલદીવમાં થશે તો.
પોતાની પોસ્ટમાં આગળ પૂનમે લખ્યું હતું કે સદ્ભાગ્યે બધા આ વાત માટે માની ગયા અને હવે લક્ષદ્વીપમાં જ શૂટિંગ કરવામાં આવશે. પૂનમે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે તે લક્ષદ્વીપમાં શૂટિંગ પ્લાન કરી રહી છે. તેણે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે લક્ષદ્વીપથી એક કન્ટ્રોલર કે શૂટિંગ લોકેશન મેનેજર કે ગાઈડની તાત્કાલિક જરૂર છે. પ્લીઝ મને સીધો મેસેજ કરો… એક્સપ્લોર ઈન્ડિયા આઈલેન્ડ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પૂનમ પાંડેએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આપણા દેશ અને એના નેતાની ગરિમાને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અનાદર કરનારાઓના બરતરફીના નિર્ણય સાથે હું સહેમત છું… આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી એકતા અને સન્માન હંમેશા પહેલાં હોવું જોઈએ.