મનોરંજન

મેટરનિટી ફોટોશૂટનું બોલ્ડ ફોટો શૂટ કરી ટ્રોલર્સના નિશાના પર આવી આ એક્ટ્રેસ…

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર બી-ટાઉનની એક એવી એક્ટ્રેસ છે કે જે કંઈ નહીં કરીને પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલમાં આ એક્ટ્રેસ ફરી એક વખત મેટરનિટી ફોટોશૂટને કારણે વિવાદોમાં ફસાઈ ગઈ છે અને સ્વરાએ કંઈક એવો આઉટફિટ પહેરીને આ ફોટોશૂટ કરાવ્યું છે કે ટ્રોલર્સે એની ક્લાસ લગાવવાનું શરૂ કરી દીધું છે.હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે સ્વરા પોતાની પ્રોફેશનલ લાઈફને બદલે પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પહેલાં એક્ટ્રેસ લગ્નને કારણે ચર્ચામાં આવી હતી અને હવે તે પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં આવી છે. હવે સ્વરા ભાસ્કરે મેટરનિટી ફોટોશૂટને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.

એક્ટ્રેસે હાલમાં જ મેટરનિટી ફોટોશૂટના ફોટો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરી હતી અને આ ફોટોમાં એક્ટ્રેસે ઓરેન્જ કલરનો હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. બેબી બંપને ફ્લોન્ટ કરતાં ફોટો એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને પોસ્ટ કરતાંની સાથે જ વાઈરલ થવા લાગ્યા છે. નેટિઝન્સ સ્વરાના આ ફોટો પર તૂફાન કમેન્ટ અને રિએક્શન આપી રહ્યા છે.


ટ્રોલર્સ સ્વરાને તેના ડ્રેસને કારણે નહીં પણ તેના કલરને કારણે ટ્રોલ કરી રહ્યા છે. સ્વરાએ કેસરી કલરનો ડ્રેસ પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેને કારણે ટ્રોલર્સે તેની ક્લાસ લગાવી દીધી હતી. એક યુઝરે તેના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બેકગ્રાઉન્ડમાં ભગવા, અંધભક્તોને હજી કેટલું અપમાનિત કરીશ. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ સનાતની સંસ્કૃતિ નથી, શરમ કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં જ તેણે ફહદ સાથે લગ્ન કર્યા હતા અને રિપોર્ટ્સની વાત માનીએ તો સ્વરા લગ્ન પહેલાં જ તે પ્રેગન્ટ હતી, કારણ કે લગ્નમાં છઠ્ઠી જૂન, 2023 બેબી બંપ ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button