ફેમિલી મેન-3 રિલિઝ થાય તે પહેલા જ આ અભિનેતાએ એક્ઝિટ કરીઃ મોત સામે પણ શંકા | મુંબઈ સમાચાર

ફેમિલી મેન-3 રિલિઝ થાય તે પહેલા જ આ અભિનેતાએ એક્ઝિટ કરીઃ મોત સામે પણ શંકા

મનોજ વાજપેયીની સફળ વેબ સિરિઝ ધ ફેમિલી મેનની ત્રીજી સિરિઝ આવી રહી છે, પણ આ સિરિઝમાં કામ કરતા એક અભિનેતાના મોતે સૌને શોકમાં ડુબાડી દીધા છે. રોહિત બસફોરે નામના આ અભિનેતાનો મૃતદેહ આસામથી મળ્યો છે. રોહિત મિત્રો સાથે પિકનિકમાં ગયો હતો અને ત્યાં ધોધ નીતે નહાતા પડી જવાથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રોહિતનો મૃતદેહ ગરભંગા ધોધ પાસેથી મળ્યો હોવાનું સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે.

રોહિત નવ મિત્ર સાથે ફરવા ગયો હતો. જ્યાં તે પડી જતા પોલીસ આવી હતી અને બે કલાક બાદ તેનો મૃતદેહ પોલીસને મળ્યો હતો. પોલીસના કહેવા અનુસાર હાલમાં કોઈ શંકાસ્પદ સ્થિતિ જણાતી નથી. તે અકસ્માતે પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેનો મૃતદેહ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

રોહિતે જયદીપ આહલાવત અને દિલીપ તાહિલ સાથેની તસવીર તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ ખુશ દેખાતો હતો. ફરી તેને સિરિઝની સેટ પરની તસવીર શેર કરી હતી અને પોતે આટલા મોટા કલાકારો સાથે કામ કરી રહ્યો હોવાથી ખૂબ જ ખુશ હોવાનું જણાવ્યું હતું.

આપણ વાંચો:  Amitabh Bachchanએ વધારી ફેન્સની ચિંતા, બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે?

જોકે બીજી બાજુ All Indian cine workers Association દ્વારા આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવા માટે આસામ મુખ્ય પ્રધાનને અપીલ કરવામાં આવી છે. તેમના મતે આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા હોઈ શકે, આથી યોગ્ય તપાસ કરવાની માગણી કરતો પત્ર તેમણે આસામ સરકારને લખ્યો હોવાનું અસોસિયેશના પ્રમુખ સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું.

Back to top button