મનોરંજન

વૉર-2માં રીતિક-એનટીઆર જૂનિયર સાથે આ બે સુપરસ્ટાર પણ દેખાશે

મલ્ટિસ્ટારર ફિલ્મો આજકાલ ઓછી બને છે અને તેમાં પણ આગલી હરોળના ત્રણ અભિનેતા સાથે આવે તેમ લાંબા સમયથી બન્યુ નથી. જોકે દર્શકોને વાર્તા સારી હોય તો મલ્ટિસ્ટારર ફિલ્મો ગમે છે કારણ કે તેમાં મનોરંજન ભરપૂર હોય છે. તો આવી ફિલ્મો જોવાના શોખિન દર્શકો માટે ગૂડ ન્યૂઝ છે. રીતિક રોશનની વૉર-2 માટે અન્ય બે સુપરસ્ટારનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની માહિતી મીડિયા રિપોર્ટ્સથી મળી છે.

નિર્દેશક અયાન મુખર્જી મનોરંજનના મલ્ટિપલ ડૉઝ સાથે તૈયાર છે. અયાન મુખર્જી સ્ક્રીન પર એક કે બે નહીં પરંતુ ત્રણ સુપરસ્ટારને એકસાથે લાવવા જઇ રહ્યાં છે.


એક અહેવાલ મુજબ, ‘પઠાણ’ અને ‘ટાઈગર’ વોર-2માં પ્રવેશવા જઈ રહ્યા છે. એટલે કે અયાન મુખર્જી આ ફિલ્મમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને રિતિક રોશનને એક સાથે લાવવા જઈ રહ્યો છે. જો આમ થઇ ગયુ તો આ ત્રણેય સુપરસ્ટાર પહેલીવાર સાથે કામ કરશે. રિપોર્ટ અનુસાર, અયાન ઓક્ટોબરમાં વૉર-2નું શૂટિંગ શરૂ કરશે, જેમાં એનટીઆર જુનિયર અને કિયારા અડવાણી પણ જોવા મળશે.


હૃતિક રોશન હાલમાં ‘ફાઈટર’ના શૂટિંગ માટે ઈટાલીમાં છે અને તે ટૂંક સમયમાં ‘વોર 2’નું શૂટિંગ શરૂ કરીને પરત ફરશે. દરમિયાન, એનટીઆર જુનિયર સાથે શૂટિંગ શરૂ થવાની સંભાવના છે. આ સિવાય એવા પણ અહેવાલ છે કે, એકટ્રેસ કિયારા અડવાણીને પણ એક્શન-થ્રિલર માટે મુખ્ય ભૂમિકા માટે તૈયાર કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે. 600 વર્ષ બાદ બન્યો આ અદભૂત સંયોગ, રાહુ કેતુ કરશે આ રાશિઓને માલામાલ Hazi Mastanએ કેમ કર્યા Sona સાથે નિકાહ દેશની ટોપ ફાઈવ National Crush કોણ છે?