Anant Ambani-Radhika Merchantના લગ્નમાં હાજરી આપશે આ મહાનુભાવો…

બે દિવસ બાદ એટલે કે 12મી જુલાઈના એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન છે અને આ ગ્રેટ ગ્રાન્ટ ઈન્ડિયન ફેટ વેડિંગ માટે અંબાણી પરિવારે દેશ-દુનિયાથી મહેમાનોને આમંત્રણ આપ્યું છે અને આ મહેમાનોનું લિસ્ટ પણ સામે આવ્યું છે, ચાલો જોઈએ કોના કોના નામ છે આ યાદીમાં. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ લગ્નમાં અંબાણી પરિવારના આ શુભ પ્રસંગમાં બોલીવૂડથી લઈને મોટા મોટા રાજકારણીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ સિવાય વિદેશથી આવનારા મહેમાનો તો ખરા જ…
સીએમ શિંદેથી લઈને ઠાકરે પણ રહેશે હાજર…
અનંત અને રાધિકાના લગ્નમાં બોલીવૂડ સ્ટાર્સ જ નહીં પણ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Chief Minister Eknath Shinde)થી લઈને ઠાકરે પરિવાર પણ આ લગ્નમાં હાજરી આપશે. આ સિવાય રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Dy. CM Devendra Fadanvis)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અંબાણી પિરવારે સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓને પણ લગ્નનું આમંત્રણ મોકલાવ્યું છે.
આ વિદેશી મહેમાનો પણ છે લિસ્ટમાં…
મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં દેશ સહિત વિદેશના મહાનુભાવોના નામ પણ સામેલ છે. જેમાં બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિતના અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો સમાવેશ થાય છે. અંબાણીના વિદેશી મહેમાનોની વાત કરીએ તો તેમાં ફૂટબોલર ડેવિડ બેકહમ અને એની પત્ની વિક્ટોરિયા બેકહમનું નામ પણ ઈન્વાઈટિઝમાં છે. આ સિવાય કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગ ડેલ રે અને સિંગર અડેલનો નામનો પણ સમાવેશ થાય છે. અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કાર્દશિયનના મેકઅપ આર્ટિસ્ટ, મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિયેટર જુલિયાચાફે અને હેયર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટન પણ અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે.
બોલીવૂડની વાત કરીએ તો અમિતાભ બચ્ચનથી લઈને કિમ કર્દાશિયાનના મેકઅપ આર્ટિસ્ટનો સમાવેશ આમંત્રિતોમાં થાય છે. આ સિવાય સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જ્હાન્વી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિક્કી કૌશલ સહિતના સ્ટાર્સ આ લગ્નમાં હાજરી આપશે.
Also Read –