બોલીવૂડના આ સ્ટારકિડ્સની ડિનર ડેટ બની ટૉક ઓફ ટાઉન, વીડિયો થયો વાયરલ

બોલીવૂડમાં કમનસીબે ઘણા સ્ટાર્સ પોતાના જીવનસાથીથી છુટા પડ઼ી રહેવાના અહેવાલો આવતા રહે છે. તાજેતરમાં જ ગોવિંદા અને પત્ની સુનીતા 37 વર્ષના લગ્નજીવનનો અંત આણવા માગતા હોવાના અહેવાલો છે. તો બીજી બાજુ તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેક અપના સમાચારો પણ ફેન્સને ચોંકાવી રહ્યા છે. મહિનાઓ પહેલા બચ્ચન પરિવારનું કપલ અભિષેક ઐશ્વર્યા રાય બચ્ચન આ કારણે જ સમાચારોમાં રહેતું હતું અને લગભગ રોજ તેમના સંબંધો વિશેની ખબરો આવતી હતી ત્યારે આજે પણ બચ્ચન પરિવારના સભ્યનો એક વીડિયો વાયરલ થયો છે, પરંતુ તે જોઈને આનંદ થાય તેમ છે.
બચ્ચન પરિવારની દીકરી શ્વેતા બચ્ચનનો દીકરો અગત્સ્ય નંદા અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની રિલેશનશિપ વિશે ઘણીવાર તસવીરો કે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સુહાના અમિતાભના નિવાસસ્થાન જલસામાં પણ આવતીજાતી દેખાઈ છે. ત્યારે ફરી ગઈકાલે બન્નેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખાલી આ બન્ને નહીં પણ અગત્સ્યની મમ્મી શ્વેતા પણ છે.
પાપારાઝીએ વાયરલ કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વેતા નંદા દીકરા સાથે હોટેલમાંથી બહાર નીકળે છે અને તેની પાછળ સુહાના ખાન પણ નીકળે છે. ત્રણેય સાથે સાથે ડિનર કરવા ગયા હતા. પરિવારે પણ સુહાનાને પુત્રવધુ માની લીધી છે કે શું તેવી ગપશપ બોલીવૂડમાં ચાલી રહી છે.
સુહાના અને અગત્સ્ય આર્ચી ફિલ્મમાં સાથે દેખાયા હતા, હવે સુહાના પિતા એસઆરકે સાથે કિંગ ફિલ્મમાં દેખાઈ રહી છે.