મનોરંજન

દુર્ગામાના દર્શન કરવા પહોંચી આ અભિનેત્રીઓ સાડીમાં, ચર્ચામાં આવી ગઈ

મુંબઈઃ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના દુનિયાભરમાં લાખો ચાહકો છે. સુષ્મિતા સેનાની શાનદાર એક્ટિંગને ચર્ચામાં પણ રહે છે, જેમાં છેલ્લે વેબસિરીઝની ભૂમિકાની પણ વિશેષ પ્રશંસા કરવામાં આવે છે. મોટા પડદા પરથી દૂર રહેલી સુષ્મિતાએ 2020માં ક્રાઈમ થિલર ડ્રામા ટીવી સિરિઝથી પાછી ફરી હતી. શોની ત્રીજી સિઝન પૂર્વે મુંબઈના એક પંડાલમાં દુર્ગા પૂજા માટે પહોંચી હતી સુષ્મિતા સેન. માતાજીના આશીર્વાદ લેવા પહોંચેલી સુષ્મિતાને જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે તેના પહેલા કાજોલ પણ દર્શન કરવાને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ હતી.

મુંબઈમાં દુર્ગા પૂજાના એક પંડાલમાં પહોંચેલી સુષ્મિતાને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા, જ્યારે પંડાલમાં માતાજીના દર્શન કર્યા પછી હાથમાં કુંડ લઈને એક ચક્કર મારતી પણ જોવા મળી હતી. મુંબઈના પંડાલ ખાતે પહોંચેલી સુષ્મિતા સેનની સાથે તેની માતા, દીકરી અલિસા અને પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા.

દર્શન માટે પહોંચેલી સુષ્મિતા સેને ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી, જ્યારે પિંક સાડી પહેરી હતી. સુષ્મિતા સેનને જોઈને `મૈં હું ના‘ વાળી ટીચરની લોકોને યાદ આવી ગઈ હતી. સુષ્મિતા સેન સાડીમાં બહુ સુંદર લાગતી હતી. દુર્ગા પૂજાના સાતમા દિવસે જોઈને ફેન્સે દિલ જીતી લીધું હતું.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

સુષ્મિતાની જેમ બોલિવૂડની અન્ય અભિનેત્રી રાણી મુખર્જી, કાજોલ દેવગન, તેની બહેન તનિષા મુખર્જી, અભિનેત્રી કિયારા અડવાણી, હેમા માલિની, તેની પુત્રી એશા દેઓલ સહિત અન્ય સેલેબ્સ પણ દેવી દુર્ગાના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા.
1994માં સુષ્મિતા મિસ યુનિવર્સ બની હતી, જ્યારે 1996માં સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ દસ્તક સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. જોકે, ડેવિડ ધવનની ‘બીવી નંબર 1’માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા બાદ સુષ્મિતાને ફિલ્મોમાં આગળ ઓળખ મળી હતી, ત્યાર પછી સુષ્મિતા આંખ, સમય, મૈં હું ના અને મૈં ઐસા હી હૂં જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેનો આગામી શો ‘આર્ય 3’ 3જી નવેમ્બરે રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button