…તો અમઝદ ખાન નહીં પણ આ અભિનેતા બન્યો હોત ગબ્બર!
કાંચા ચીના, બખ્તાવર, ખુદાબક્ષ જેવી સુપરહિટ ફિલ્મ ડેની ડોંગ્ઝપાએ પોતાના અનોખા કેરેક્ટરથી લાખો કરોડો લોકોના દિલ પર રાજ કરનારા ડની ડોંગ્ઝપા ફિલ્મ શોલેના ગબ્બર માટે પહેરી ચોઈસ હતા નહીં કે અમઝદ ખાન તો તમારા માન્યામાં આ વાત આવે ખરી? નહીં ને? પણ તમારી જાણ માટે આ હકીકત છે અને રમેશ સિપ્પીએ ફિલ્મ શોલે માટે પહેલા ડેનીને સાઈન કર્યા હતા પણ એક જ કારણસર ડેની કિતને આદમી થે… જેવો સુપરહિટ ડાયલોગ આપવાથી ચૂકી ગયા હતા, જેના વિશે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ…
ડેનીએ ખુદ આ બાબતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે હું ધર્માત્મા માટે ફિરોઝ ખાનને હા કહી ચૂક્યો હતો અને ફિરોઝ ખાને અફઘાનિસ્તાનમાં ફિલ્મ શૂટિંગ માટે પરમિશન પણ લઈ લીધી હતી. એ જ સમયે ડાયરેક્ટર રમેશ સિપ્પી શોલેની ઓફર લઈને આવ્યા હતા. બંને ફિલ્મોની ડેટ્સ ક્લેશ થઈ રહી હતી જેને કારણે મેં ફિલ્મ શોલેને ઠુકરાવી અને ધર્માત્મા કામ કરી રહ્યો છે.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો ડેની ડોંગ્ઝપા એફટીઆઈઆઈમાંથી ભણીને મુંબઈ આવ્યા ત્યારે એમના દિવસ રાત પ્રોડ્યુસરની ઓફિસમાં ચક્કર કાપવામાં પસાર જતાં રહ્યા હતા. પછી તેઓ એક દિવસ ડિરેક્ટર મોહન કુમારના બંગલા બહારથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેમણે જોયું કે બંગલા પર ઘણા ગાર્ડ્સ સિક્કિમથી હતા જેને કારણે તેમને બંગલામાં એન્ટ્રી મળી ગઈ છે.
એવું કહેવાય છે કે બંગલામાં પ્રવેશીની ડેની મોહનકુમારને મળ્યા અને જેવી તેમણે હીરો બનવાની વાત કરી તો મોહનકુમાર હસવા લાગ્યા અને પોતાના જ બંગલા પર ગાર્ડ્સની નોકરી ઓફર કરી. આ વાત સાંભળીને ડેની ત્યાંથી નીકળી આવ્યા પણ તેમણે પોતાની જાતને એક વચન આપ્યું કે તે મોહનકુમારના બંગલાની બાજુમાં પોતાનું ઘર બનાવશે.
કિસ્મતે પણ સાથ આપ્યો અને ડેનીએ 1971માં પહેલી ફિલ્મ મેરે અપને કરી. ત્યાર બાદ બીઆર ચોપ્રાની ફિલ્મ ધૂંધમાં પહેલું નેગેટિવ કેરેક્ટર પણ નિભાવ્યો હતો. બસ એ દિવસથી જ ડેનીએ એક પછી એક સફળતાની સીઢીઓ ચડવા લાગ્યા હતા અને ડેનીએ પોતાની જાતને આપેલું વચન પણ નિભાવ્યું અને મોહનકુમારના બંગલાની બાજુમાં જ પ્લોટ ખરીદીને પોતાનું ઘર બનાવ્યું…