મનોરંજન

હવે તાપસીનો સંગીત સેરેમનીનો વીડિયો વાઈરલ

મુંબઈઃ હાલ તાપસી પન્નુ પોતાના લગ્નને લઈ ચર્ચામાં છે. કારણ કે અભિનેત્રીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અહેવાલો પણ મળી રહ્યા છે કે તાપસીએ પોતાના બોયફ્રેન્ડ મૌથિયાસ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. લગ્નમાં અભિનેત્રીના તમામ રીત-રિવાજો પણ કરવામાં આવ્યા હતા. જો કે તાપસીના લગ્નના સમાચાર સાંભળીને ફેન્સમાં પણ સોંપો પડી ગયો છે.

આ પણ વાંચો:
રિંકુ અને રસલના આ ટેલેન્ટને જોઈને તાપસી પન્નું પણ થઈ ગઈ ખુશ અને કહ્યું…

હાલમાં જ આવેલો કપલના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે કપલે પોતાના લગ્નનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યું અને પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર નથી કરી. જો કે તેમના લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. કહેવાય રહ્યું છે કે તાપસી પન્નુ અને મૈથિયાસ બો 23 માર્ચે ઉદયપુરમાં લગ્નના સંબંધમાં બંધાઈ ગયા છે. આ વીડિયોમાં તેના નજીકના મિત્રો અને પરિવારવા સભ્યો જોઈ શકાય છે. કપલના સંગીત સેરેમનીના વીડિયોમાંથી એક વીડિયોમાં મૈથિયાસ પોતાની નવવધુ તાપસીને પોતાના આલીંગનમાં લઈને રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

તાપસી અને મૈથિયાસે આ રોમેન્ટિક પર્ફોર્મન્સમાં જબરદસ્ત કેમિસ્ટ્રી બતાવી છે. કહેવાય રહ્યું છે કે આ વીડિયો સંગીત સેરેમનીનો છે, જેમાં તાપસી અને મૈથિયાસે જસ્ટ ધ વે યૂ આર ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. સાથે જ સંગીતમાં તેની બહેન શગુન પન્નુએ પણ દુલ્હન સાથે મન મુકીને ડાન્સ કર્યો હતો. બન્ને બહેનોએ દિલ તો પાગલ હેના ગીત પર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો: તાપસી પન્નુની અકળામણ

તાપસી અને મૈથિયાસ પાછલા 10 વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેની પ્રથમ મુલાકાત વર્ષ 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગના ઉદ્ઘાટન સમારોહમાં થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress