SRKનો આ વીડિયો થયો વાયરલ, તો ફેન્સ આ મામલે બાખડી પડયા

એક વાર સેલિબ્રિટી થઈ જાઓ એટલે લોકો તમારી દરેક વાત પર ધ્યાન રાખે. તમે શું ખાધું, શું પહેર્યું, તમે ક્યાં ગયા કોની સાથે ગયા વગેરે વગેરે રોજ સોશિયલ મીડિયામાં ફ્લેશ થતું રહે છે.
એક તરફ સેલિબ્રિટી (celebrity) પણ રોજ કંઈને કંઈ પોસ્ટ કરી વાહવાહી મેળવે છે અને લાખો કમાઈ છે ત્યારે બીજી બાજુ ફેન્સ પણ તેમના વીડિયો લઈ પોસ્ટ કરતા હોય છે. આ ઉપરાંત પાપારાઝી તો ખરાજ. આ બધા વચ્ચે સેલિબ્રિટીના જીવનમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો છે અને તે છે પ્રાઈવસી. આ મામલે શાહરૂખ Shshrukh Khanના ફેન્સ એકબીજા સાથે બાખડી પડ્યા. બન્યું એવું કે કોઈએ એસઆરકેના ઘર મન્નતની લૉનમાં શાહરૂખ પુત્ર અબ્રામ (AbRam) સાથે ફૂટબોલ રમતો હોય તેવો વીડિયો વાયરલ કરી નાખ્યો.
અભિનેતાના ઘરની લૉનનો આ ફોટો છે. જેમાં વ્હાઈટ ટીશર્ટમાં શાહરૂખ, અબ્રામ અને બીજા લોકો દેખાય છે. આ જોઈને અમુક યુઝર્સનું કહેવાનું છે કે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ. અભિનેતા પોતાના પરિવાર સાથે સમય ગાળતો હોય તેવા વીડિયો વાયરલ કરવા ન જોઈએ. જોકે અમુક લોકો આનો વિરોધ પણ કરે છે. તેમના મતે સેલિબ્રિટીને પ્રાઈવસી વળી કેવી.
એસઆરકેનો બંગલો Mannat મુંબઈ આવતા લોકો માટે આકર્ષણ છે. લોકો અહીં આવી ફોટો પડાવે છે અને જો શાહરૂખની એક ઝલક જોવા મળી જાય તેની રાહ જુએ છે.
શાહરૂખની છેલ્લી ફિલ્મ ડંકી જોઈએ તેટલી વાહવાહી મેળવી શકી નથી. હવે તેના નવા પ્રોજેક્ટની જાહેરાતની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.