મનોરંજન

હોલિવુડના ચાહકો માટે આનંદો! ડીસી યુનિવર્સની પહેલી ફિલ્મ સુપરમેનનું શાનદાર ટ્રેલર રિલિઝ

મુંબઈઃ હોલિવુડની ફિલ્મો જેમને વધારે પસંદ છે, તેવા સિનેમા ચાહકો માટે ખૂશીના સમાચાર આવ્યાં છે. સુપરમેન ફ્રેન્ચાઇઝીમાં નવી ફિલ્મ સુપરમેન 2025 નું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. સુપરમેન ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવતી હોય છે. આ ફિલ્મ સુપરમેન 2025 આગામી 11 જુલાઈ, 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દસ્તક દેવાની છે. જેનું અત્યારે ટ્રેલર રિલિઝ (Superman 2025 Trailer) કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોતા આ ફિલ્મમાં ખૂબ જ સસ્પેન્સ વાલી હોય તેવું લાગી રહ્યું છે.

11મી જુલાઈએ રિલિઝ કરવામાં આવશે સુપરમેન 2025

ડીસીએ પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં સુપરમેન 2025નું 3 મિનિટનું ટ્રેલર શેર કર્યું છે, જે અત્યારે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યું છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં સુપરમેન સાથે સાથે સુપરમેનનો કુતરો ક્રિપ્ટો પણ જોવા મળવાનો છે. આ પાત્ર ડેવિડ કોરેન્સવેટ ભજવી રહ્યા છે. ફિલ્મમાં રશેલ બ્રોસ્નાહન પણ છે.

સુપરમેન 2025 ફિલ્મનું 3 મિનિટનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું

આ ફિલ્મની વાત કરવામાં આવે તો, સુપરમેન 2025ની શરૂઆત ખૂબ જ ધાસુ છે. પટકથા અને ડાયલોગ પણ ખૂબ જ અસરકારક લાગી રહ્યાં છે. આ ફિલ્મમાં સુપરમેન પર જ સવાલો થઈ રહ્યો છે. એટલે જ ફિલ્મમાં લોકો સુપરમેનને પોતાનો ગુનેગાર માની રહ્યાં છે. સુપરમેન જે પોતાનું ધાર્યું કરે છે તેને લઈને તેના પર સવાલો થઈ રહ્યાં છે. આ ફિલ્મમાં આખી કહાણી પણ સુપરમેન પર થયેલા સવાલો પર જ આધારિત છે.

આપણ વાંચો:  આમિર-આયેશાની સુપરહીટ ફિલ્મ રિ-રિલિઝ તો થઈ, પણ માત્ર મુંબઈમાં જ જોઈ શકાશે

આ ફિલ્મને IMAX પર પણ રિલિઝ કરવામાં આવશે

સુપરમેન 2025 ફિલ્મના દિગ્દર્શક જેમ્સ ગન છે. આ ફિલ્મ 11 જુલાઈ 2025 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલિઝ થઈ રહી છે. આ ફિલ્મને તે અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલિઝ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સુરપમેન 2025 ફિલ્મને IMAX પર પણ રિલિઝ કરવામાં આવશે. ડીસી ફ્રેન્ચાઇઝીની ફિલ્મો મોટા ભાગે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરે છે. આ વખતે પણ સુપરમેન 2025 ફિલ્મના મેકર્સને આશા છે કે, આ વખતે અમે સારી કમાણી કરીશું’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button