મનોરંજન

દશેરા પર અભિનેત્રીને ભેટમાં મળી લાલ રંગની લેમ્બોર્ગિની

બોલિવૂડ અભિનેત્રી શ્રધ્ધા કપૂર લાંબા સમયથી મોટી કાર ખરીદવા માંગતી હતી. હવે શ્રદ્ધા કપૂરે દશેરાના શુભ અવસર પર પોતાને એક મોટી ભેટ આપી છે. શ્રદ્ધા કપૂરે એક લક્ઝરી કાર ખરીદી છે. બાગી સ્ટારે 24 ઓક્ટોબર 2023ના રોજ નવી લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા કાર ખરીદી છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે જ્યારે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે. તે પોતાની કાર લઇને પૂજા કરવા જૂહુના ઈસ્કોન મંદિરમાં પણ જઇ આવી છે.

‘સ્ત્રી’ ફેમ અભિનેત્રી લાંબા સમયથી લેમ્બોર્ગિની ખરીદવા માંગતી હતી. હવે જ્યારે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે ત્યારે તે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે આ લાલ રંગની લેમ્બોર્ગિની હુરાકન ટેકનીકા કાર લગભગ 4 કરોડ રૂપિયામાં ખરીદી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતા જ ચાહકોએ અભિનેત્રીને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. આ કાર ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવી હતી. હવે તે શ્રદ્ધા કપૂરના ઘરને શોભાવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં શ્રદ્ધા કપૂર તેની નવી કાર સાથે જોવા મળી રહી છે. લાલ રંગની લેમ્બોર્ગિની ચલાવીને અભિનેત્રી રોમાંચિત થઈ ગઈ હતી. તેણે પિંક કલરનો સૂટ પહેર્યો હતો. ઉપરાંત, તેના કપાળ પરની બિંદી અને તેની કાનની બુટ્ટીએ સમગ્ર લાઈમલાઈટ ચોરી લીધી હતી. જ્યારે તે પોતાની નવી કારમાં ઘરની બહાર આવી રહી હતી ત્યારે પાપારાઝીઓએ તેને ઘેરી લીધી હતી. અભિનેત્રીએ કારની બારી નીચે કરી અને તેમના અભિનંદન બદલ પેપરાઝીઓનો આભાર માન્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા છેલ્લે આ વર્ષની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં રણબીર કપૂર સાથે જોવા મળી હતી. હવે તે રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સાથે ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button