મનોરંજન

સમુદ્ર કિનારે બિકીની લૂકમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરી ફેન્સની ધડકનો વધારી એક્ટ્રેસે…

બોલીવૂડની ચાંદની ગર્લ તરીકે ઓળખાતી દિગ્ગજ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂરે પણ બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. જ્હાન્વી અને ખુશી બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ ખુશીએ સોશિયલ મીડિયા પર પોતાના ફ્રેન્ડ સાથેના સ્પેન વેકેશનના ફોટો શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર ખુશીના બિકીની લૂકના ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ નેટિઝન્સ ખુશીના આ બિકીની લૂકના ફોટો જોઈને શું રિએક્શન આપી રહ્યા છે-

બોલીવૂડ એક્ટ્રેસ ખુશી કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનના ફોટો શેર કર્યા છે. શેર કરેલા ફોટોમાં એક્ટ્રેસે સુંદર સમુદ્ર કિનારા પર આનંદની પળો માણતી જોવા મળી રહી છે. વાઈરલ થઈ રહેલાં એક ફોટોમાં ખુશી બ્રાઉન કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે બ્લેક સન ગ્લાસીસ પણ પહેર્યા છે.

આ પણ વાંચો: Loveyapa movie review : સાઉથની કૉપી પણ જુનૈદ-ખુશી કપૂરે તાજગી ઉમેરી

ખુશીએ શેર કરેલાં બીજા ફોટોમાં તે યેલો કલરના વનપીસ ડ્રેસમાં જોવા મળી રહી છે અને આ સાથે તેણે એક સ્વેટર પર પણ પહેર્યું છે. ખુશીનો આ ખુશમિજાજ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ખુશીએ આ સિવાય એક ત્રીજો ફોટો પણ શેર કર્યો છે જેમાં તે બિકીની પહેરીને સમુદ્ર કિનારે સનબાથનો આનંદ માણી રહી છે.

વાત કરીએ ખુશી કપૂર કોની સાથે વેકેશન પર ગઈ છે એની તો ખુશીએ શેર કરેલાં ફોટોમાં સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ જોવા મળી રહ્યો છે. બંને જણે બ્લેક કલરના ચશ્મા લગાવીને સેલ્ફી માટે પોઢ આપ્યો છે. શેર કરેલા તમામ ફોટોમાં એક્ટ્રેસ અલદગ અલગ અંદાજમાં પોતાની બ્યુટી અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ફેન્સ તેના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: વધુ એક ફ્લોપ ફિલ્મ આપ્યા પછી ખુશી કપૂરે કરી પોતાની સિક્રેટ વાત કે…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ખુશી કપૂરે હાલમાં લવયાપા અને નાદાનિયા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. લવયાપામાં તેની સાથે ઝુનૈદ ખાન અને નાદાનિયામાં તેની સાથે ઈબ્રાહિમ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button