આ અભિનેત્રી મોહી પડી જાહન્વીના બોલ્ડ લૂક પર

મુંબઈઃ બોલીવૂડની હોટ એક્ટ્રેસ જાહન્વી કપૂરના હોટ લૂકે ફરી ઈન્ટરનેટ આગ લગાવી દીધી છે. પહેલી વખત પોતાના બોલ્ડ અંદાજને અભિનેત્રીએ શેર કર્યો છે, જ્યારે તેના ચાહકોએ તેને પસંદ કર્યો છે, જ્યારે તેના બોલ્ડ લૂક પર દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સામંથા રુથપ્રભુની સાથે પોતાના બોયફ્રેન્ડે પણ કમેન્ટ કરી છે.

આમ છતાં જાહન્વી બોલીવુડની ફિલ્મો (એક્ટિંગ)ને કારણે જ નહીં, પરંતુ તેના કિલર લૂકની સાથે સાથે બોય ફ્રેન્ડને લઈ લાઈમલાઈટમાં રહે છે. બીજી સોશિયલ મીડિયા પર પણ જાહન્વી જોરદાર સક્રિય રહે છે, જેમાં પોતાના ગ્લેમર અંદાજને શેર કરવામાં જરાય તક ગુમાવતી નથી, પરંતુ તાજેતરમાં તેના હોટ લૂકને જોઈને લોકો દંગ રહી ગયા છે.

જાહન્વીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગે છે. અમુક ફોટોગ્રાફ બ્લર પણ કર્યા છે. સિલ્વર ડ્રેસમાં સજ્જ જાહન્વી ન્યુડ લિપસ્ટિક અને ડાર્ક મેકઅપમાં કિલર લૂક જોવા મળ્યો છે, જ્યારે ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં ડોલ્ફિનનું ઈમોજી મૂક્યું છે.

જાહન્વીએ પોસ્ટ મૂક્યા પછી તેના પર લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી ચૂક્યા છે. હજારો લોકોની યાદીમાં સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા રુથપ્રભુનો સમાવેશ થાય છે. સામંથાને જાહન્વીના બોલ્ડ લૂક પર ફાયરનું ઈમોજું મૂક્યું છે. સામંથા સિવાય તેના કહેવાતા બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ હાર્ટશેપવાળા ઈમોજી સાથે ફ્લોલેસ લખ્યું છે. એના સિવાય અનેક લોકોએ તેને પસંદ કરી છે.
જાહન્વીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં રાજકુમાર રાવની સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે. એની સાતે જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાનની સાથે દેવરામાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂકને લઈ ફરી એક વાર જોરદાર લાઈમલાઈટમાં આવી ગઈ છે. જે આજે એક એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપવા ગઈ ત્યારે લોકો દંગ રહી ગયા હતા.