Poolમાં મસ્તી કરતી જોવા મળી 43 વર્ષીય એક્ટ્રેસ, વધી ગઈ ફેન્સની Heartbeat…

43 વર્ષીય એક્ટ્રેસ Shweta Tiwari ભલે લાંબા સમયથી ટીવી-સિરીયલ અને ફિલ્મોથી દૂર રહેતી હોય પણ તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં વીડિયો અને ફોટોને કારણે તે લાઈમલાઈટમાં આવતી હોય છે. તમારી જાણ માટે કે હાલમાં એક્ટ્રેસ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વેકેશન પર છે. હવે એક્ટ્રેસે વેકેશન પરથી જ તેણે એવા ફોટો શેર કર્યા છે કે ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે. આવો જોઈએ આખરે એવા તે કયા ફોટો શેર કર્યા છે Shweta Tiwariએ…
Shwera Tiwariએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં તે ફેમિલી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે તો ક્યારેક પૂલમાં… Shweta Tiwariના આ ફોટો સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સિવાયા શ્વેતાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને એક્ટ્રેસ બૂક વાંચતી જોવા મળી રહી છે, પણ નેટિઝન્સની નજર તો એક્ટ્રેસના સુંદર પગ પર ચોંટી ગઈ હતી.
Shweta Tiwariએ ફેમિલી સાથે મોજ-મસ્તી અને સેલ્ફી ક્લિક કરતાં ફોટો પણ પોસ્ટ કર્યા છે અને આ તમામ ફોટોમાં Shweta Tiwari એકદમ કમાલની લાગી રહી છે. આ સિવાય એક્ટ્રેસે પોતાના દીકરા રેયાંશના ફોટો પણ પોસ્ટ કર્યા હતા, જેમાં રેયાંશ કંઈક ખાતો જોવા મળી રહ્યો છે.
પરંતુ આ બધા વચ્ચે Shweta Tiwariના પૂલસાઈડના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે. પૂલમાં શ્વેતા તિવારી સફેદ રંગના ટોપમાં જોવા મળી રહી છે અને પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે અને હસી-હસીને શ્વેતાએ કેમેરા સામે પોઝ આપ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો Shweta Tiwari ટીવી શોઝ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર પણ જલવો બિખેરી રહી છે. હાલમાં જ Shweta Tiwari રોહિત શર્માની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળી હતી, જેમાં તેણે વિવેક ઓબેરોયની વાઈફનો રોલ નિભાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે Shweta Tiwariને સંતાનમાં એક દીકરો રેયાંશ અને દીકરી પલક તિવારી છે અને પલક બોલીવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે.