આયુષ્યમાન અને રશ્મિકા મંદાનાની થામાને મળ્યો જબરો રિસ્પોન્સ, આ ફિલ્મો સાથે થશે ટક્કર

આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સ્ટારર થામા હોરર કોમેડી ફિલ્મ છે અને તેનું ટ્રેલર જોયા બાદ લોકો તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એડવાન્સ બુકિંગમાં લોરકોને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. 17 ઑક્ટોબરથી ફિલ્મની બુકિંગ શરૂ થઈ છે અને એક જ દિવસમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.

દિવાળી 2025ની સૌથી મોટી રિલિઝ થામા મેડોકની ફિલ્મ છે. મુંજ્યા, સ્ત્રીના મેકર્સની ફિલ્મો જોનારો એક ખાસ વર્ગ છે. ફિલ્મ પેન ઈન્ડિયા છે, એટલે એક સાથે હિન્દી સહિત અન્ય ભાષાઓમાં પણ રિલિઝ થશે. આદિત્ય સરપોતદાર ફિલ્મના ડિરેક્ટર છે. આયુષ્યમાન અને રશ્મિકા સાથે પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે. બુકિંગની વાત કરીએ તો ફિલ્મની 2ડી હિન્દી ફોર્મેટમાં 21,000 જેટલી ટિકિટ બુક થઈ છે. ફિલ્મે અત્યારથી 3.12 કરોડની કમાણી કરી છે.
દિવાળીની રજાઓ અને થિયેટરોમાં અન્ય ખાસ કમ્પિટેશન ન હોવાથી ફિલ્મી પંડિતો માને છે કે ફિલ્મ 17થી 22 કરડો થશે. થામાને પાંચ દિવસનું લાંબુ ઓપનિંગ મળશે. આ દરમિયાન જો રજાઓનો લાભ મળે તો ફિલ્મ સારી કમાણી કરી શકે તેમ છે. થામા સાથે હર્ષવર્ધન રાણેની એક દિવાને કી દિવાનિયત રિલિઝ થઈ રહી છે. તો ગુજરાત અને મુંબઈ સહિતના અમુક શહેરોમાં આનંદ પંડિતની યશ સોની અભિનિત ચણિયાટોળી પણ 21મી ઑક્ટોબરે જ રિલિઝ થાય છે.
આ પણ વાંચો…તાજમહેલ ‘મકબરો’ કે ‘મંદિર’? પરેશ રાવલના ફિલ્મના ટ્રેલરથી છેડાયો નવો વિવાદ!