બહુ જ ક્યુટ છે રૂબિના-અભિનવની બંને દીકરી, જુઓ તસવીરો
રૂબીના દિલાઈકની દીકરીઓ થોડા મહિનામાં 1 વર્ષની થઈ જવાની છે. પ્રથમ જન્મદિવસ પહેલા, રૂબીના અને અભિનવે તેમની બંને દીકરીઓની તસવીરો શેર કરી હતી અને ‘ધીરજપૂર્વક રાહ જોવા માટે’ ચાહકોનો આભાર પણ માન્યો હતો. બંનેએ ગયા વર્ષે 27 નવેમ્બરે તેમની જોડિયા દીકરીઓનું સ્વાગત કર્યું હતું.
રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા નવેમ્બર 2023માં જોડિયા દીકરીઓના માતા-પિતા બન્યા હતા. જો કે, ત્યારથી લઈને અત્યાર સુધી તેણે પોતાની દીકરીઓના ચહેરા બતાવ્યા ન હતા. હવે નવરાત્રિ નિમિત્તે બંનેએ ગુરુવારે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની જોડિયા પુત્રીઓની તસવીરો શેર કરી હતી. ફોટો શેર કરતાં તેણે લખ્યું, નવરાત્રિના ખાસ અવસર પર, ચાલો તમને ઇધા અને જીવાનો પરિચય કરાવીએ. આટલી લાંબી રાહ જોવા બદલ આભાર.
રૂબીના અને અભિનવની બંને દીકરીઓ ખૂબ જ ક્યૂટ છે. રૂબીનાની બંને પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. તેઓ ટિપ્પણી કરી રહ્યા છે કે બંને પુત્રીઓ ડિટ્ટો તેમના માતાપિતા જેવી જ છે. એક યુઝરે લખ્યું, “બંને ખૂબ જ સુંદર છે, તમને બંનેને ફરી એક વાર અભિનંદન અને સુંદર E અને J ને ખૂબ પ્રેમ અને આશીર્વાદ.” બીજાએ લખ્યું હતું કે, ‘ખૂબ જ સુંદર.. માતા રાની જેવી મોહક.. મીની મા દુર્ગા. તો વળી બીજાએ લખ્યું હતું કે- “ભગવાન બંનેનું ભલું કરે.” જ્યારે એકે બંને જોડિયા દીકરીઓના દેખાવની તુલના રૂબીના અને અભિનવ સાથે કરી હતી અને લખ્યું હતું કે- “એક રૂબીના અને એક અભિનવ… બંને છોકરીઓને ઘણો પ્રેમ.’
Read This Also : રેડ હોટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો કિલર લૂક જોઈ લો, તસવીરો જોઇ ચાહકો ક્રેઝી
2023માં, રૂબીના દિલાઈકે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તેની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી હતી અને ગયા વર્ષે 27 નવેમ્બરના રોજ તેની જોડિયા પુત્રીઓનું સ્વાગત કર્યું હતું. લગભગ એક મહિના પછી, રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લાએ સત્તાવાર રીતે તેમની પુત્રીઓનો તેમના ચાહકો સાથે પરિચય કરાવ્યો હતો. કપલે તેમની સુંદર દીકરીઓનું નામ જીવા અને એધા રાખ્યું છે.