કરિના કપૂરના ગીત પર કન્ટેસ્ટન્ટના ડાન્સ પર ભડકી કરિશ્મા અને પછી…

બોલિવૂડની લોલો એટલે કે કરિશ્મા કપૂર ભલે મોટા પડદાથી દૂર હોય, પરંતુ તે ટીવી શોમાં જોવા મળતી રહે છે. કરિશ્મા કપૂર હાલમાં ડાન્સ શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 4’ ને જજ કરી રહી છે. તે ઘણીવાર શોમાં તેના અંગત જીવન સાથે જોડાયેલી વાતો પણ શેર કરતી હોય છે. તે શોમાં પોતાના નિર્ણયોને લઈને ઘણી વખત ચર્ચામાં આવી છે, પણ હાલમાં એક એપિસોડમાં તો અભિનેત્રી કરિશ્મા કપૂર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠી હતી. સ્પર્ધકોથી લઈને શોના જજ સુધી બધા તેને મનાવવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ તે એટલી ગુસ્સામાં હતી કે શોને અધવચ્ચે જ છોડીને જતી રહી હતી.
‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 4’નો એક વીડિયો પ્રોમો આવ્યો છે, જેમાં નેક્સ્ટેશનના બે મજબૂત સ્પર્ધક પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે. તેઓ કરીના કપૂર ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘અશોકા’ના ગીત ‘રોશની સે’ પર ડાન્સ કરી રહ્યાં છે. આ એક રોમેન્ટિક સોંગ છે. જોકે, નેક્સ્ટેશનના બંને ઓછકરાઓનું પર્ફોમન્સ કરિશ્માને કંઇ પસંદ નહીં આવ્યું અને તે નારાજ થઇ ગઇ હતી.
તાજેતરમાં, તે જ સેટ પરથી એક ક્લિપિંગ વાયરલ થઈ હતી જેમાં કરીનાએ લોલોને ખાસ સંદેશ મોકલ્યો હતો, જે સાંભળીને કરિશ્મા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. કરિશ્માએ કહ્યું હતું કે કરીના તેની પહેલી દીકરી છે. અને હવે આ શોનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કરિશ્મા ગુસ્સામાં શો છોડીને જતી જોવા મળે છે.
જોકે, ખરેખર શું થયું હતું એ માટે તો તમારે શોનો એપિસોડ જોવો પડશે, જેની માટે તમારે સપ્તાહના અંત સુધી રાહ જોવી પડશે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની
આ ચોથી સિઝન છે જેનું પ્રીમિયર 13 જુલાઈએ થયું હતું. આ શો દર શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થાય છે.