મનોરંજન

બર્થડેના દિવસે 32 વર્ષની આ એક્ટ્રેસ પર પહોંચી મહાકાલના દર્શને…

ટીવી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. આજે તેજસ્વી પ્રકાશ પોતાનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને તેણે પોતાના આ સ્પેશિયલ ડેની શરૂઆત ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને કરી હતી. સોશિયલ મીડિયા પર તેજસ્વીના દર્શન કરતાં ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ સમયે ફેન્સને તેજસ્વીનું એકલા દેખાવવું ખટકી ગયું હતું અને તેમણે સવાલોની ઝડી વરસાવી દીધી હતી એક્ટ્રેસ પર.

તેજસ્વી પ્રકાશે મંગળવારની સવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરીને 32મા જન્મદિવસે બાબાના આશિર્વાદ લીધા હતા. તેજસ્વીએ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને વિધિ-વિધાનથી તેણે પૂજા-અર્ચના કરી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં તેજસ્વી મંદિરના ગર્ભગૃહ પાસે આશિર્વાદ લેતી, ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળી હતી.

પૂજા-અર્ચના બાદ તેજસ્વીએ જણાવ્યું હતું કે મેં આજે દર્શન અને ભસ્મ આરતી માટે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આજે મારો બર્થડે પણ છે અને પૂજા અર્ચના બાદ હું ખૂબ જ સારું ફીલ કરી રહી છું. મારો આજનો દિવસ સવારે 3 વાગ્યાથી જ શરૂ થઈ ગયું હતું. આરતી દરમિયાન મેં મારી અંદર એક અલૌકિક શક્તિ અને ઊર્જાનો સંચારનો અનુભવ કર્યો.
તેજસ્વીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંદિરની બહારની એક સેલ્ફી પણ શેર કરી હતી અને આ સેલ્ફીમાં તેણે કપાળ પર મહાકાલનું તિલક લગાવ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. આ ફોટોની કેપ્શનમાં તેણે લખ્યું હતું કે જય મહાકાલ… મેં મારા જન્મદિવસની શરૂઆત આ જ રીતે કરું છું.

આ પણ વાંચો: તો શું હવે તેજસ્વી પ્રકાશ / કરણ કુન્દ્રા બ્રેકઅપના માર્ગે!

તેજસ્વી પ્રકાશે સ્વરાગિની, નાગિન 6 જેવા ટીવી શો કર્યા છે. આ સિવાય તે બિગ બોસ અને ખતરોં કે ખિલાડી જેવા રિયાલિટી ટીવી શોમાં પણ ભાગ લઈ ચૂકી છે. આ સિવાય તે હાલમાં જ સેલિબ્રિટી માસ્ટરશેફમાં જોવા મળી હતી અને આ શોમાં તે સેકન્ડ રનર અપ બની હતી.

જોકે, બોયફ્રેન્ડ કરણ કુંદ્રા વિના તેજસ્વીને જોઈને ફેન્સને સવાલ થઈ ગયો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર તેજસ્વીના બોયફ્રેન્ડ અને એક્ટર કરણનો પણ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પેપ્ઝ કરણને પૂછી રહ્યા છે કે આજે તેજસ્વીનો બર્થડે છે તો ભાઈ પાર્ટી ક્યાં આપી રહ્યા છો? આ સવાલના જવાબમાં કરણે કહ્યું હતું કે પાર્ટી તમને લોકોને? ઠીક છે ડન… આ સાંભળીને એક ફોટોગ્રાફર કહે છે કે તેજસ્વીને અમારા તરફથી પણ વિશ કરજો. આ સાંભળીને કરણે જણાવ્યું કે હું એને બર્થડે વિશ કરી ચૂક્યો છું. બીજા એક પેપ્ઝે જણાવ્યું હતું કે હેપ્પી બર્થડે તેજુ… આ સાંભળીને કરણે હસતાં હસતાં કહ્યું કે હેપ્પી બર્થડે તેજુ જી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button