વધુ એક સ્ટાર ફેમિલી કિડની ફિલ્મ સૈયારાનું ટીઝર લૉંચઃ યશરાજ બેનર્સની ફ્લેવર દેખાઈ

બોલીવૂડમાં વધુ એક સ્ટાર કિડ નહીં પણ કઝિન લૉંચ થઈ રહ્યો છે. (Saiyara teaser launched)ચંકી પાંડેના ભાઈનો દીકરો અને અનન્યા પાંડેનો કઝિન અહાન પાંડે યશરાજ બેનર્સથી બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અહાનની પહેલી ફિલ્મ સૈયારાનું ટ્રેલર થોડી વાર પહેલા જ લૉંચ થયું છે.
Saiyaraમાં અહાનની હીરોઈન અનીત પડ્ડા છે. ટીઝર અનીતની શાયરીથી શરૂ થાય છે. मुझे तसल्ली दे दो जो, वो शब्द उधारा ढूंढ रहा है, एक सितार ढूंढ रहा है, दिल सैयारा ढूंढ रहा है.” અહાનની એન્ટ્રી બિન્દાસ્ત રાઉડી ટાઈપ યંગસ્ટર તરીકે થાય છે. બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી મસ્ત લાગી રહી છે. અહાનમાં ચંકીની ઝલક દેખાય છે.
ફિલ્મ પાસે લોકોને ઘણી અપેક્ષા છે કારણ કે એક તો યશરાજ બેનર છે અને બીજું મોહીત સૂરી ફિલ્મનો ડિરેક્ટર છે. આશિકી-2 અને રાઝ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા સૂરીની અને રોમાન્ટિક ફિલ્મો માટે જાણીતા યશરાજ બેનરની ઝલક ટીઝરમાં જોવા મળે છે. ફિલ્મનું નામ થોડું અલગ છે ત્યારે અનીત સૈયારાનો પણ મતલબ સમજાવે છે. सैयारा मतलब तारों में एक तन्हा तारा, खुद जलके जो रौशन करदे जगिया सारा, वो आवारा ढूंढ रहा है, दिल सैयारा ढूंढ रहा है.
આપણ વાંચો: દીવાર અને શોલેને પાછળ મૂકનારી આ ફિલ્મને થયા 50 વર્ષઃ જાણો કેટલીક રસપ્રદ વાતો
18 જુલાઈ, 2025ના રોજ આ ફિલ્મ થિયેટરમાં આવી રહી છે. હાલમાં તો લાગી રહ્યું છે કે ફિલ્મ દ્વારા બે સારા કલાકાર બોલીવૂડને મળશે, પરંતુ સ્ટાર કિડ્સનો જેવો ટ્રેક રેકોર્ડ છે તે જોતા નક્કી કહી ન શકાય કે અહાન એકાદ બે ફિલ્મો પૂરતો સ્ટાર રહેશે કે પછી લાંબી રેસનો ઘોડો સાબિત થશે.