હોલીવુડની મ્યુઝિશિયન ટેલર સ્વિફ્ટે મેળવી નવી સિદ્ધિ, આ અભિનેત્રીને પાછળ છોડી

મુંબઈ: દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ, દુનિયાના સૌથી અમીર વેપારી, દુનિયાના સૌથી પૈસાદાર અભિનેતા બનવું એ એક પ્રકારે અનોખી જ સિદ્ધી છે અને આ હરોળમાં પોતાનું નામ ઉમેરાય એ માટે લોકો ખૂબ ધમપછાડા પણ કરતા હોય છે. આવી જ રીતે એક મ્યુઝિશિયને પણ પોતાની જ એક પ્રતિસ્પર્ધીને પાછળ છોડીને સૌથી અમીર મ્યુઝિશિયન તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે.
રિહાનાને તો તમે બધા ઓળખો જ છો અને તેની ફેન ફોલોઇંગ તેમ જ તેના સોન્ગ્સને એટલી બધી ખ્યાતિ મળી હતી કે તે દુનિયાની સૌથી અમીર મ્યુઝિશિયન-સિંગર-પર્ફોર્મર બની ગઇ હતી. જોકે, હવે રિહાનાને પછડાટ આપીને ટેલર સ્વિફ્ટ આખી દુનિયામાં સૌથી વધુ પૈસાદાર મ્યુઝિશિયન બની ગઇ છે.
આ પણ વાંચો : અમેરિકન પોપસ્ટાર ટેલર સ્વિફ્ટને મળ્યું આ સન્માન, જાણો શું છે?
મળેલા અહેવાલો અનુસાર ટેલર સ્વિફ્ટની નેટ વર્થ એટલે કે કુલ સંપત્તિ 1.6 અબજ ડૉલર્સ છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર ટેલર સ્વિફ્ટની આવકમાંથી 600 મિલિયન ડૉલર્સ જેટલી આવક ટુર અને રોયલટીથી આવે છે. જ્યારે 125 મિલિયન ડૉલર્સ તેણે રિયલ એસ્ટેટમાં કરેલા રોકાણમાંથી આવે છે.
એવું પણ કહેવાય છે કે 2023માં ટેલર સ્વિફ્ટે ફક્ત સ્પોટીફાઇ સ્ટ્રીમિંગથી જ 100 મિલિયન ડૉલર્સની રોયલટી મેળવી હતી. ફક્ત 34 વર્ષની ઉંમરમાં જ ટેલરે આ સિદ્ધી હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે ટેલર સ્વિફ્ટ હાલમાં જ ખૂબ ચર્ચામાં આવી હતી. ટેલર સ્વિફ્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ જ નફરત કરે છે અને તેણે કમલા હેરિસને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.