મનોરંજન

TMKOC: દિવાળી પર દયાબહેનની દમદાર એન્ટ્રીનું કાઉન્ટડાઉન શરૂ?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દાયકાઓથી ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે અને એમાં પણ શોના લીડ એક્ટર જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોષી અને દયા ગડા એટલે કે દિશા વાકાણી તો લોકોના મોસ્ટ ફેવરિટ કેરેક્ટર બની ચૂક્યા છે. જ્યારથી દિશા વાકાણી એટલે કે દયાબહેને શોમાંથી બ્રેક લીધો છે ત્યારથી દર્શકો શોમાં તેમના પાછા ફરવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હવે દયાબહેનની એન્ટ્રીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે થોડાક મહિના પહેલાં જ એક એપિસોડમાં દયાભાઈના ભાઈ સુંદરલાલ જેઠાલાલને એવું વચન આપતો જોવા મળ્યો હતો કે આ વર્ષે દયાબેન ગોકુલધામમાં જેઠાલાલ સાથે દિવાળીની ઉજવણી કરશે.

પરિણામે હવે દિવાળી આવી રહી છે અને સુંદરલાલે જેઠાલાલને આપેલા વચનની પૂર્તિ કરવાનો સમય આવી ગયો છે એવી ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

જેઠાલાલ અને શોના દર્શકો જે ઘડીની આતુરતપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એની ઘડીઓ ગણાઈ રહી છે. દર્શકો પણ ઇન્તેજાર કરી રહ્યા છે કે આખરે સુંદરલાલ ક્યારે તેમને સરપ્રાઈઝ આપશે. આ અગાઉ આસિત મોદીએ પણ એ વાતના સંકેત આપ્યા હતા કે શોમાં દયાબેનની એન્ટ્રી થશે અને ત્યાર બાદ એક એપિસોડમાં સુંદરલાલ જેઠાલાલને વચન આપે છે કે આ વર્ષે દયાબહેન દિવાળીની પૂજા ગોકુલધામ સોસાયટીમાં જ પરિવાર સાથે કરશે.


દિવાળીને એક જ અઠવાડિયું બાકી છે અને ટૂંક સમયમાં જ ફેસ્ટિવલ સિઝનના એપિસોડ શરૂ થઈ જશે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આવા જ કોઈ એપિસોડમાં દયાબેનની એન્ટ્રી પણ થઈ શકે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી વર્ષ 2008થી શોમાં દયાબેનનું પાત્ર નિભાવ્યું છે અને કરોડો દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. પરંતુ 2017માં દિશા વાકાણીએ પ્રેગ્નન્સીને કારણે શોમાંથી બ્રેક લીધો હતો અને ત્યારથી ઘણી વખત એવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ દેખાડવાાં આવ્યા છે કે જેમાં એવું લાગે કે દયાબહેન આવશે, આવશે પણ આજ સુધી દિશા વાકાણીએ શોમાં એન્ટ્રી કરી નથી.


શોના મેકર્સ પણ આ અગાઉ ઘણી વખત કહી ચૂક્યા છે કે શોમાં ફરીથી દયાબેનનું પાત્ર જોવા મળશે. આ વખતે તો કન્ફર્મ એવી જાહેરાત કરવામાં આવી હતી કે દિવાળી પર દિશા વાકાણી એટલે કે દયાબેન ગોકુલધામમાં આવશે. હવે જોવાનું રહ્યું કે આ વખતે ખરેખર શોમાં દયાબેનની એન્ટ્રી થશે કે નહીં?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો