કપૂર ખાનદાનના ચિરાગ બાદ હવે આ કોને ડેટ કરી રહી Tara Sutaria, કમેન્ટને કારણે અફવાઓનું બજાર ગરમ… | મુંબઈ સમાચાર
મનોરંજન

કપૂર ખાનદાનના ચિરાગ બાદ હવે આ કોને ડેટ કરી રહી Tara Sutaria, કમેન્ટને કારણે અફવાઓનું બજાર ગરમ…

બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં પોતાના નવા મ્યુઝિક વીડિયો થોડી સી દારુને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ગીતમાં તે પંજાબી સેન્સેશન એપી ઢિલ્લો અને જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ સાથે જોવા મળશે.

આ ગીત રિલીઝ થતાં જ લોકો તેના મ્યુઝિક અને વિઝ્યુઅલ્સના વખાણ કરી રહ્યા છે, પણ એની સાથે સાથે જ એપી ઢિલ્લો અને તારાની કેમેસ્ટ્રીને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ જ અનુસંધાનમાં તારા સુતરિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરી છે, જેમાં તેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. પરંતુ આ પોસ્ટની સાથે એક ઔર કેમેસ્ટ્રીની ચર્ચા શરૂ થઈ ગઈ જે રીલ લાઈફ નહીં પણ રિયલ લાઈફમાં પણ ખિલી રહી છે…

આપણ વાંચો: બાર્બી ડોલના અંદાજમાં જોવા મળી તારા સુતરિયા

તારા સુતરિયાએ પોતાની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ સોન્ગના શૂટિંગ સમયના કેટલાક બીટીએસના ફોટો શેર કર્યા છે જેમાં તે એકદમ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. ગોલ્ડન સ્લિટવાળી બેકલેસ મિની ડ્રેસ પહેર્યો હતો, જ્યારે એપી ઢિલ્લોં ક્લાસિક વ્હાઈટ શર્ટ અને બો ટાઈમાં એલિગન્ટ લાગી રહ્યા છે.

તારાએ પોતાની પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું છે કે તુ હી એ છન્ન, મેરી રાત એ તુ… તારાની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે તારાના કથિત બોયફ્રેન્ડ વીર પહાડિયાની કમેન્ટે. હાલમાં જ બંનેના રિલેશનશિપની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ વીરની કમેન્ટ બાદ હવે ખાતરી થઈ ગઈ છે તારા અને વીર રિલેશનશિપમાં છે.

વીર પહાડિયાએ તારાની પોસ્ટ પર રેડ હાર્ટ અને સ્ટારના ઈમોજી શેર કરીને લખ્યું માય… આ કમેન્ટ પર તારાએ પણ મેરા… કરીને રિપ્લાય આપ્યો છે. આ સાથે તારાએ બૂરી નજરથી બચાવતી સાઈન પણ લગાવી છે. આ કમેન્ટ એક્સચેન્જે ફેન્સને ચોંકાવી દીધા છે. આ કમેન્ટને કારણે ફેન્સને ખાતરી થઈ ગઈ છે કે વીર અને તારા વચ્ચે કંઈક તો ખિચડી રંધાઈ રહી છે.

આપણ વાંચો: આ રોમાંચક થ્રીલરમાં જોવા મળશે તારા સુતરિયા, OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ

અત્રે ઉલ્લેખનીય છે તારા સુતારિયા અને વીર પહાડિયા થોડાક સમય પહેલાં જ એક જ રેસ્ટોરાંમાંથી અલગ અલગ અલગ બહાર નીકળતા દેખાયા હતા. ફેન્સને હવે આ કમેન્ટ એક્સચેન્જને કારણે એવી અટકળો લગાવી રહ્યા છે કે તારા અને વીર બંને પોતાની રિલેશનશિપને જાહેરમાં સ્વીકારી રહ્યા છે.

તારા સુતારિયા પહેલાં આદર જૈનને ડેટ કરી રહી હતી, 2023માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. જ્યારે વીર પહાડિયાનું નામ પણ સારા અલી ખાન અને માનુષી છિલ્લર સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે, બંને જણે ક્યારેય આ રિલેશનશિપને લઈને ખુલાસો નથી કર્યો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તારા છેલ્લે ફિલ્મ અપૂર્વામાં જોવા મળી હતી, જેમાં તેની સાથે અભિષેક બેનર્જી અને રાજપાલ યાદવ જોવા મળ્યા હતા. જ્યારે વીર પહાડિયા અક્ષય કુમાર સાથે ફિલ્મ સ્કાયફોર્સમાં જોવા મળ્યો હતો. આ તેની ડેબ્યુ ફિલ્મ હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button