મનોરંજન

તારા સુતારિયાનો બર્થડે ખાસ બનાવ્યો વીર પહાડિયાએ, અનોખા અંદાજમાં કર્યું વિશ…

બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા આજે એટલે કે 19મી નવેમ્બરના 30 વર્ષની થઈ ગઈ અને આ ખાસ દિવસને તારા સુતારિયાના બોયફ્રેન્ડ વીર પહાડિયાએ વધારે ખાસ બનાવ્યો હતો. તારાએ વીર અને પોતાના ક્લોઝ ફ્રેન્ડ સાથે ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને ઓરી સહિત અને સેલેબ્સે આ પાર્ટીમાં હાજરી આપી હતી.

વીર પહાડિયા અને તારા સુતારિયા બંને રિલેશનશિપમાં છે અને વીરે તારાનો બર્થડે વધારે ખાસ બનાવ્યો હતો. વીરે આ સેલિબ્રેશનના કેટલાક ફોટો પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. તેણે આ ફોટોને ખૂબ જ સુંદર કેપ્શન આપી હતી.

કેપ્શનમાં વીરે લખ્યું હતું કે હેપ્પી બર્થડે માય હોલ હાર્ટ. જેના જવાબમાં તારાએ પણ લખ્યું માય એવરીથિંગ. વીર પહાડિયાએ ઈન્સ્ટાગ્રામ પર ચાર ફોટો શેર કર્યા છે જેમાંથી એક ફોટોમાં વીર તારાને કિસ કરી રહ્યો છે. જ્યારે બીજા ફોટોમાં તારા સુતારિયા માટે વીર મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ પ્લે કર્યું હતું અને તારા તેને ખૂબ જ પ્રેમથી નિહારી રહી છે.

આ પણ વાંચો: તારા સુતારિયા અને વીર પહાડિયાએ શેર કરી રોમાન્ટિક તસવીરો, એકબીજા પર વરસાવ્યું બહુ વહાલ

વાત કરીએ તારા સુતારિયા અને વીર પહાડિયાની તો બંને જણ છેલ્લાં કેટલાક સમયથી સાથે જોવા મળી રહ્યા છે. બંને જણ એકબીજા માટેની લાગણીઓ પણ ખુલીને વ્યક્ત કરી રહ્યા છે. વીરે સોશિયલ મીડિયા પર શેર કરેલાં ત્રીજા ફોટોમાં વીર પોતાની ગર્લફ્રેન્ડ અને લેડી લવને પોતાના હાથે ખવડાવતો જોવા મળે છે. આ ફોટોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ચોથા ફોટોમાં તારા અને વીર રોમેન્ટિક અંદાજમાં બોટ પર આરામ ફરમાવતા જોવા મળે છે. આ ફોટો કોઈ વેકેશનનો ફોટો છે, તારા અને વીર અવારનવાર સાથે વેકેશન પર જતાં હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વીર અને તારાના અફેયરની ચર્ચા ચાલી રહી છે. ઓગસ્ટ મહિનામાં એક પોડકાસ્ટમાં તારા સુતારિયાએ કન્ફર્મ કર્યું હતું કે તે વીર પહાડિયાને ડેટ કરી રહી છે. આ સિવાય એક રેમ્પ વોક દરમિયાન પણ તારાએ વીરને ફ્લાઈંગ કેસ આપી હતી. જેને કારણે બંનેની ડેટિંગની વાતો શરૂ થઈ હતી.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button