મનોરંજન

બચ્ચન પરિવારના મતભેદ વચ્ચે Amitabh Bachchanની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો આ વ્યક્તિએ…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારોમાં કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના ખટરાગને કારણે તો પરિવાર સતત લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ પરિવારના વડીલ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પાસે પ્રોપર્ટીમાંથી ભાગ માંગી લીધો હતો. ચોંકી ગયા ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

અહં… તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ તો અહીં રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફની વાત થઈ રહી છે. અમિતાભ બચ્ચન પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ-16માં પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતાં રહે છે. આવા જ એક એપિસોડમાં યુટ્યુબર સમય રૈના, ભુવન બામ, કામ્યા જાની અને તન્મય ભટ્ટ જોવા મળ્યા હતા.
શોની વાઈરલ ક્લિપમાં જોવા મળે છે કે તન્મય અને સમય હોટસીટ પર બેઠેલા છે અને કામ્યા અને ભુવન ઓડિયન્સમાં બેઠેલા હોય છે. તન્મય અને સમયે બિગ બીને ખૂબ જ હસાવ્યા હતા અને આ દરમિયાન જ એક મજેદાર ઘટના બની જેના વિશે આપણે વાત કરવાના છીએ.

ચેનલ દ્વારા શેર કરેલી આ ક્લિપમાં જોવા મળે છે કે સમય અને તન્મય બિગ બી સાથે વાત કરતાં હોય છે અને એ દરમિયાન જ સમય બિગ બીને કહે છે કે મેં તમારી પહેલી ફિલ્મ જોઈ હતી એ હતી સૂર્યવંશમ… તમારી બીજી ફિલ્મ જોઈ હતી એ પણ હતી સૂર્યવંશમ અને 6ીજી ફિલ્મ પણ જોઈ હતી એ હતી સૂર્યવંશમ… જ્યારે તમને ગઈકાલે ખબર પડી ગઈ હતી કે ખીરમાં ઝેર છે તો આજે ફરી કેમ ખીર ખાધી? આ સાંભળીને બિગ બી ચોંકી ઉઠે છે અને તેઓ તેમનો ફેમસ ડાયલોગ બોલે છે રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ…

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…

આ સાંભળીને સમયે કહ્યું કે જો તમે મને દીકરો માની જ લીધો છે તો તમારી પ્રોપર્ટીમાંથી થોડો હિસ્સો પણ આપી દો. આ સાંભળીને બિગ બી પણ જોર જોરથી હસવા લાગે છે. એટલું જ નહીં સમયે આગળ એવું પણ જણાવ્યું હતું કે તેણે એક સમેય બિગ બીના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ સિક્યોરિટી ગાર્ડ્સે તેની પિટાઈ કરી નાખી હતી. તમે પણ આ ના જોયો હોય તો આ વાઈરલ વીડિયો અત્યારે જ જોઈ લો-

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button