Abhishek Bachchan અને Aishwarya Rai બંને જણ તો… જાણો કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો
હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને આ બધા વચ્ચે બંનેની કો-સ્ટાર રહી ચૂકેલી તનાઝ ઈરાનીએ પણ બંનેને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તનાઝે ઐશ્વર્યા અને અભિષેક સાથે 2003માં રીલિઝ થયેલી ફિલ્મ ફિલ્મ ‘કુછ ના કહો’માં કામ કર્યું હતું.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર કપલ તરીકે કરવામાં આવે છે. પરંતુ હાલમાં બંનેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જોકે, હજી સુધી ઐશ્વર્યા કે અભિષેક તેમ જ બચ્ચન પરિવારે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchan ના એક્સ બોયફ્રેન્ડે Abhishek Bachchan ને લઈને કહી એવી વાત કે…
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તનાઝ ઈરાનીએ અભિષેક અને ઐશ્વર્યાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેક બંને જણ એકબીજાથી એકદમ અલગ છે. અભિષેક મસ્તીખોર અને ચંચળ છે જ્યારે ઐશ્વર્યા ખૂબ જ ધીર-ગંભીર છે. અભિષેક શૂટિંગ દરમિયાન સેટ પર બધાની મજાક કરતો હતો.
આ પણ વાંચો: Aishwarya-Abhishekના અણબનાવ વચ્ચે Shweta Bachchanએ આ શું કર્યું? નેટિઝન્સ કન્ફ્યુઝ…
એ સમયના અનુભવને યાદ કરતાં તનાઝે આગળ જણાવ્યું હતું કે એક દિવસ અભિષેક સેટ પર બધા સાથે પ્રેન્ક કરી રહ્યો હતો, પરંતુ હું ત્યાં સુધી સેટ પર પહોંચી નહોતી. જ્યારે હું સેટ પર પહોંચી ત્યારે વૈભવીએ અભિષેક સાથે પ્રૅન્ક કરવાનો પ્લાન બનાવ્યો અને અમે લોકોએ ખૂબ મજાક મસ્તી કરી હતી. ઐશ્વર્યા વિશે વાત કરતા તનાઝે કહ્યું કે તે ખૂબ જ ગંભીર છે અને અભિષેકથી ઘણી અલગ છે. તનાઝે ઐશ્વર્યા સાથે બે ફિલ્મોમાં કામ કર્યું છે.
તનાઝે ઐશ્વર્યાની સુંદરતાના વખાણ કરતાં આગળ જણાવ્યું હતું કે ઐશ્વર્યા ખરેખર ખૂબ જ સુંદર છે. ઐશ્વર્યા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં ખોવાઈ જાવ. તેને જોઈને તમને એવું જ લાગે કે જાણે તે કોઈ હરતી ફરતી ડોલ જ છે.