Vijay Varma-Tamannaah Bhatiaનું થયું બ્રેકઅપ? બોલીવૂડની આ અભિનેત્રી છે કારણ…
અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Vijay Varma-Tamannaah Bhatiaના અફેયરની ચર્ચા ચાલી રહી હતી પણ આ બધા વચ્ચે એક ઈન્ટરવ્યુમાં વિજય વર્માએ એવો ખુલાસો કર્યો છે કે તમે ચોંકી ઉઠશો. તમન્ના સાથેના અફેયર બાદ પણ વિજય વર્માને બોલીવૂડની એક મેરિડ એક્ટ્રેસ માટે પ્રેમની લાગણી છે. આવો જોઈએ શું છે આખો મામલો અને કોણ છે એ એક્ટ્રેસ…
હવે વિજય વર્મા તેની ફિલ્મ મર્ડર મુબારકને કારણે ચર્ચામાં છે. વિજય અને તમન્નાની જોડી પહેલી વખત લસ્ટ સ્ટોરીઝ ટૂમાં જોવા મળી હતી અને ત્યારે તેમણે પોતાની રિલેશનશિપ વિશે ખુલાસો કર્યો હતો. મર્ડર મુબારકમાં સારા અને વિજયની કેમેસ્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંતચ્યું છે. પરંતુ હાલમાં જ વિજય વર્માએ એક ઈન્ટરવ્યુમાં તેણે બોલીવૂડની એક પરિણીત એક્ટ્રેસ પર વન સાઈડેડ લવ છે એવું જણાવ્યું હતું.
વિજય વર્માએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરિશ્મા કપૂર સાથે તેની હવે સારી એવી મિત્રતા થઈ ગઈ છે અને આ પહેલાં તેણે કરિના કપૂર સાથે જાને જાનમાં સાથે કામ કર્યું છે. વિજયે જણાવ્યું હતું કે કરિના માટે તેને એક ફેટલ અટ્રેક્શન, એક તરફી પ્રેમ છે. આ સિવાય તેણે કરિશ્મા કપૂર સાથે હેન્ગ આઉટ કર્યો છે અને હવે બંનેમાં સારી ફ્રેન્ડશિપ થઈ ગઈ છે.
વિજય વર્મા અને સારા અલી ખાનની ફિલ્મ મર્ડર મુબારક વિશે વાત કરીએ તો તે આજે જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયું છે અને એમાં બંને વચ્ચે રોમેન્ટિંક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં કરિશ્કા કપૂર, પંકજ ત્રિપાઠી, ડિમ્પલ કપાડિયા અને સંજય કપૂર પણ છે.
કરિના કપૂર માટે પોતાનો એક તરફી પ્રેમ વ્યક્ત કર્યા બાદ હવે જોઈએ તમન્ના કઈ રીતે રિએક્ટ કરે છે?