મનોરંજન

ગજબની સુંદરી બનીને અનંતના રિસેપ્શનમાં પહોંચી અભિનેત્રી, લોકો તો જોતા જ રહી ગયા

અનંત અંબાણી અેન રાધિકા મરચન્ટના શુભ આશિર્વાદ સમારોહમાં દેશવિદેશની વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ અને દ.ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સેલિબ્રિટીઓએ તો આ સમારોહમાં ગ્લેમરનો તડકો લગાવી દીધો હતો. એક એકથી ચઢિયાતા વસ્ત્રોમાં આ ફંક્શનને ચાર ચાંદ લગાવી દીધા હતા. ઘણી અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે, એમાંબધાની નજર તમન્ના ભાટિયાપર ચોંટી ગઇ હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાનો લુક સૌથી અનોખો હતો. તેણે મંગલ ઉત્સવમાં બ્લેક લહેંગા પહેરીને ભાગ લીધો હતો.

અનંત રાધિકાના રિસેપ્શનમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આવી હતી. બિપાશ બાસુ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે આવી હતી અને ભાગ્યશ્રી પણ તેના પતિ સાથે આવી હતી, પણ આ બધી ખૂબસુરત અભિનેત્રીઓમાં લાઇમ લાઇટ તો તમન્ના ભાટિયાએ જ ચોરી લીધી હતી.

અનંત-રાધિકાના લગ્નના રિસેપ્શનની જે તસવીરો સામે આવી છે તેમાં તમન્ના ભાટિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક જોઈને ફેન્સ પોતાની જાતને તેના વખાણ કરવાથી રોકી શક્યા નથી. રિસેપ્શનમાં તમન્ના ભાટિયાએ પાપારાઝીઓને કિલર પોઝ આપ્યા હતા. ક્યારેક તે કમર પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળી હતી તો ક્યારેક સુંદર હાસ્ય વેરતી જોવા મળી હતી.

આ પણ વાંચો : જ્યારે પીએમ મોદી અનંત-રાધિકાને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી…..

તમન્ના ભાટિયાએ બ્લેક અને ગોલ્ડન કલરના લહેંગા ચોલી પહેર્યા હતા. તમન્ના ઘણી ગોરી છે અને તેમાં પણ બ્લેક અને ગોલ્ડનનું કિલર કોમ્બિનેશન ગજબ હતું. તેને ગોલ્ડન દાગીના કેરી કર્યા હતાઅને હાથમાં બ્લેક-ગોલ્ડન બટવો લીધો હતો. તમન્ના અનંત રાધિકાના લગ્નમાં જોવા મળી નહોતી, પણ જ્યારે તે રિસેપ્શનમાં પહોંચી ત્યારે તેણે તેના સુંદર દેખાવથી બધી જ અભિનેત્રીઓને ઢાંકી દીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button