મનોરંજન

રેખા સાથે સેલ્ફી કાઢી પોસ્ટ કરોઃ બીગ બીના સવાલનો આવો જવાબ આપ્યો યુઝરે

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું લગ્નજીવન 50 વર્ષ કરતા પણ લાંબુ છે અને બન્નેના સંતાનોના સંતાનો પણ લગ્ન કરવાની ઉંમરના થઈ ગયા છે, પરંતું હજુ સુધી બીગ બી અને અભિનેત્રી રેખાના સંબંધો ચર્ચાનો વિષય બને છે.

ફિલ્મીદુનિયામાં ઘણા અફેર જાણીતા છે, પરંતુ રેખા-અમિતાભની જોડીના ચાહકો હજુપણ છે. આથી જ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નેટીઝને બચ્ચનના સવાલનો આવો જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…

વાત જાણે એમ છે કે બચ્ચને તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મોડી રાત્રે એક ટ્વીટ કરી. બીગ બીએ પોતાની સમસ્યા વ્યક્ત કરતા કહ્યું કે આટલું કરવા છતાં ટ્વિટર પર 49 મિલિયન ફોલોઅર્સ જ છે, વધતા નથી. કોઈ ઉપાય હોય તો કહો. બસ પછી તો બીગ બીના સલાહકાર થનારાની તો લાઈન લાગી ગઈ. કોઈએ કહ્યું કે તમે કોઈ ઝગડો કરો તો ફોલોઅર્સ વધી જશે. તેવામાં એક નેટીઝને કહ્યું કે તમે રેખા સાથે સેલ્ફી લઈ અપલૉડ કરો. આ નેટીઝનની વાત ખોટી નથી. બચ્ચન અને રેખાના જૂના ફોટો, વીડિયો, વાતો આજે પણ એટલી જ વાયરલ થાય છે. કોઈ એવોર્ડમાં રેખા સ્ટેજ પર હોય અને અમિતાભ તેને જોઈ રહ્યા હોય તેવો જૂનો વીડિયો આજે પણ એટલો જ જોવાય છે.

આ પણ વાંચો: રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…

કહેવાય છે કે જયા સાથેના લગ્ન બાદ રેખા અને બચ્ચનનો પ્રેમ પાંગરતો જ રહ્યો હતો, પરંતુ જયા બચ્ચને ખૂબ ધીરજથી કામ લઈ સંબંધ સંભાળ્યો હતો. બીજી બાજુ રેખાના પણ ઘણા અફેર બહાર આવ્યા અને તેણે મુકેશ નામના એક બિઝનેસમેન સાથે લગ્ન પણ કર્યા, પરંતુ આ લગ્નજીવનનો અંત દુઃખદ આવ્યો. બન્ને વચ્ચે ખટરાગ પેદા થયો અને તેવામાં મુકેશે આત્મહત્યા કરી લીધી. જોકે રેખાનું નામ ત્યારબાદ તેનાંથી ઉંમરમાં નાના સંજય દત્ત અને અક્ષય કુમાર સાથે પણ જોડાયું. જ્યારે અમિતાભ સંતાનો અને ફિલ્મોમાં વ્યસ્ત રહ્યા.

રહી વાત ફોલોઅર્સ વધારવાની તો બીગ બી નેટીઝન્સના આઈડીયાને કેટલા ગંભીરતાથી લે છે તે જોવાનું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button