મનોરંજન

પોતાના વહાલા ડોગીના જન્મ દિવર પર કંઇક આવું કર્યું અભિનેત્રીએ…..

અભિનેત્રી તબ્બુ ઘણી ટેલેન્ટેડ છે. પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી રિઅલ લાઇફમાં ઘણી ભાવુક પણ છે. હાલમાં તેણે સોશિયન મીડિયા પર તેના પાળતુ શ્વાન સાથેની તસવીરો શેર કરી છે અને દિલને સ્પર્શી જાય તેવી નોંધ લખી છે.

આ પણ વાંચો: એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?

તબ્બુએ પોતાના પાળતું શ્વાન ચિન્નુ માટે પોસ્ટ લખી છે. તબ્બુએ તેની માતા રિઝવાના હાશમી સાથે ચિન્નુનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. તબ્બુનો આ શ્વાન 10 વર્ષથી તેના ઘરે છે અને તેના ઘરનો સભ્ય જ બની ગયો છે.ચિન્નુ માટે લખેલી પોસ્ટમા તબ્બુએ તેનું હાસ્ય, આંસુ, બગીચામાં ચાલવાની, ડરાવવા માટે ભસવાની દરેક બાબતો વિશે લખ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં તબ્બુએ ચિન્નુને પ્રેમથી ગોદમાં ઉંચક્યો પણ છે.

તબ્બુએ લખ્યું છએ કે, 20 જૂન, 2014ના રોજ ચિન્નુ ઘરે આવ્યો. તે એક નાનું બચ્ચુંના રૂપમાં હતો. આજે તેની સાથે શુદ્ધ પ્રેમના દસ વર્ષ પૂરા થયા. તેની સાથે મેં મારા સુખદુઃખ, હાસ્ય, આંસુ બધુ વહેંચ્યું છે. તેની સાથએ બગીચામાં લટાર પણ મારી છે. આ સાથે તેને દરેક તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તેની પણ ઉજવણી કરી છે. આભાર.’

આ પણ વાંચો: પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ

નોંધનીય છે કે તબ્બુ તેના પાલતુ પ્રાણીઓ પ્રત્યેના અગાધ પ્રેમ માટે પણ જાણીતી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ છેલ્લે ફિલ્મ ક્રુમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનોન એને કરીના કપૂર પણ હતા. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી. હવે ટૂંક સમયમાં તબ્બુ રોમેન્ટિક-થ્રિલર ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો હિરો અજય દેવગન છે. આ ફિલ્મ પાંચમી જુલાઇએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button