મનોરંજન

વિજય સેતુપતિ સાથે જોવા મળશે બોલીવૂડની આ ખૂબસુરત હસીના, પોસ્ટ કરી આપી માહિતી…

બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસમાંથી એક એવી તબ્બુએ બોલીવૂડની સાથે સાથે હોલીવૂડમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. બોલીવૂડની ડઝનેક ફિલ્મો કર્યા બાદ હવે તબ્બુના ફેન્સ માટે ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોલીવુડ, હોલીવુડ બાદ હવે તબ્બુ ટૂંક સમયમાં જ સાઉથની ફિલ્મ એટલે કે ટોલીવૂડમાં પણ કરતી જોવા મળશે, જેમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ લીડ રોડમાં જોવા મળી રહ્યા છે. મેકર્સે આજે ફિલ્મની જાહેરાત કરતાં ફિલ્મની સ્ટારકાસ્ટનો ફોટો શેર કર્યો હતો. ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર એક હાર્ટ ટચિંગ ઈન્ટ્રોડક્શન સાથે એક્ટર્સનું સ્વાગત કર્યું હતું.

સોશિયલ મીડિયા પર તબ્બુની આગામી ફિલ્મની એનાઉન્સમેન્ટની પોસ્ટ વાઈરલ થતાં જ ફેન્સે પોસ્ટ પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અમે દુનિયાની સૌથી સુંદર એક્ટ્રેસ તબ્બુ સાથે અનોખા પ્રોજેક્ટ કરવા માટે તૈયાર છીએ. બીજા એક યુઝરે લખ્યું હતું કે ઓજી માસ્ટરપીસ લોડ થઈ રહ્યો છે. ચોથા એક યુઝરે લખ્યું હતું કે એક સારી કાસ્ટિંગ છે.

30મી માર્ચના ઉગાદી નિમિત્તે પુરી જગન્નાથને વિજય સેતુપતિની સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઉગાદીના આ શુભ અવસર પર એક સનસની ખેજ સહયોગની સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરતાં ડેશિંગ ડિરેક્ટર પૂરી જગન્નાથ અને પાવર હાઉસ પર્ફોર્મર મક્કલસેલ્વન @VijaySethuIffl તમામ ભારતીય ભાષામાં એક માસ્ટપીસ માટે સાથે આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તબ્બુ આ પહેલાં હોલીવૂડ સિરીઝમાં પોતાની એક્ટિંગનો જાદુ વિખેરતી જોવા મળી હતી. અમેરિકાના મોટા પ્રોડક્શન હાઉસ એચબીઓની સિરીઝ ડૂન પ્રોફેસીમાં તબ્બુએ મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. આ પાત્ર માટે તબ્બુના ખૂબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતા. આ સમયે જ તબ્બુના હોલીવૂડમાં બીજા મિત્રો પણ બની ગયા હતા. આ સિરીઝને ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે હોલીવૂડ બાદ તબ્બુ સાઉથની ફિલ્મમાં કામ કરતી જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button