મનોરંજન

એક્સ બોયફ્રેન્ડની આજે પણ દિવાની છે તબ્બુ?

બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. આ સિવાય તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસના એક્સ બોયફ્રેન્ડ નાગાર્જુને એક પોસ્ટ શેર કરી છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

એક સમય એવો હતો જ્યારે તબ્બુ અને તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન વચ્ચેના અફેરની ઘણી ચર્ચાઓ થતી હતી. કહેવાય છે કે તબ્બુ અને નાગાર્જુન 15 વર્ષ સુધી લિવ ઇન રિલેશનશિપમાં હતા. તે સમયે નાગાર્જુન પરિણીત હતા પરંતુ તબ્બુ ઈચ્છતી હતી કે તે આ સંબંધને નામ આપે, પરંતુ પહેલાથી જ પરિણીત હોવાને કારણે નાગાર્જુન તબ્બુ સાથે પરણી શકે તેમ નહોતા, જેના કારણે તેમનો સંબંધ તૂટી ગયો. પણ એમ કહેવાય છે કે પ્રેમ છુપ્યો છુપાતો નથી. તબ્બુએ હાલમાં જ નાગાર્જુન માટે એવું રિએક્શન આપ્યું કે લોકોને એની સાબિતી મળી ગઇ હતી.

ફાધર્સ ડેના અવસર પર, દક્ષિણ અભિનેતા નાગા ચૈતન્યએ તેના પિતા નાગાર્જુન સાથેની એક જૂની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ જોઈને તબ્બુ પોતાને રોકી શકી નહીં અને ફોટોના કોમેન્ટ સેક્શનમાં ઘણા હાર્ટ ઈમોજી પોસ્ટ કર્યા હતા. તબ્બુની આવી પ્રતિક્રિયા બાદ યુઝર્સ કહી રહ્યા છે કે આજે પણ તબ્બુ તેના પ્રેમને ભૂલાવી શકી નથી.

તબ્બુ અને નાગાર્જુને હંમેશા તેમના સંબંધોની અફવાઓને નકારી કાઢી છે અને એકબીજાને મિત્ર ગણાવ્યા છે. કરણ જોહરે શો કોફી વિથ કરણમાં તબ્બુને નાગાર્જુન સાથેના તેના સંબંધો વિશે પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ અભિનેત્રીએ તેને પોતાનો સૌથી નજીકનો મિત્ર ગણાવ્યો હતો.

તબ્બુ અને નાગાર્જુને ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જેમાં 1995માં આવેલી તેમની ફેમિલી ડ્રામા સિસિન્દ્રી, રોમેન્ટિક કોમેડી ફિલ્મ નિન્ને પેલદત્તા અને 1998ની હળવી-દિલ ફિલ્મ આવિદા મા આવિદેનો સમાવેશ થાય છે.
લોકોને પણ તેમની જોડી ઘણી પસંદ આવી હતી.

હવે તબ્બુ ‘ઓરો મેં કહાં દમ થા’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ પાંચમી જુલાઇના રોજ રિલીઝ થશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button