…તો આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલ અને મિસ્ટર અય્યર વચ્ચેના પંગાનું કારણ?

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરી રહી છે. આ શોના દરેક પાત્ર સાથે દર્શકોનો એક અલગ બોન્ડ જોવા મળે છે. હાલમાં જ શોના 17 વર્ષ પૂરા થતાં એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોની સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો. આ જ શોનું એક મહત્ત્વનું કેરેક્ટર છે મિસ્ટર અય્યર.
હવે આ અય્યરભાઈએ જ પાર્ટીમાં શોમાં સહભાગી થવા અને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી સાથેના પંગાની વાત પણ કરી હતી. આવો જોઈએ આખરે શું છે અય્યર અને જેઠાલાલ વચ્ચેના પંગાનું કારણ-
આપણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટાટા બાય-બાય કરશે જેઠાલાલ? પ્રોડ્યુસરે કહ્યું ટૂંક સમયમાં જ…
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર અય્યરનો રોલ નિભાવનાર તનુજ મહાશબ્દેએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો હું આસિતકુમાર મોદીનો આભાર માનું છું કે તેમણે મને આ રોલ માટે પરફેક્ટ સમજ્યો. મને આજે પણ યાદ છે જ્યારે તેમણે મને પહેલી વખત આ રોલની ઓફર કરવા માટે તેમની ઓફિસ બોલાવ્યો હતો.
તનુજે વધુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે તેમણે મને કહ્યું હતું કે હું તને એ આપી રહ્યો છું જે તારી કુંડલીમાં નથી. ફાઈનલી મને એ મળી ગયું જેની અનેક લોકો પર નજર છે. બસ અહીંથી જ મારો અને જેઠાલાલનો પંગો શરૂ થઈ ગયો હતો.
આપણ વાંચો: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે પણ ટોચના શોમાંથી એક
ટીવી સિરીયલમાં જેઠાલાલ અને અય્યર વચ્ચે હંમેશાથી જ મીઠી નોંકઝોક દેખાડવામાં આવે છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ સક્સેસ પાર્ટીમાંથી જેઠાલાલના રિયલ લાઈફ પિતાજી સાથેનો એકદમ હાર્ટટચિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ફેન્સને દિલીપ જોષી અને તેના પિતાની બોન્ડિંગ જોઈને ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.
વાત કરીએ તારક મહેતા શોની તો શો હાલમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ શોએ સફળતાપૂર્વક 17 વર્ષ પૂરા કરીને 18 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દર્શકો આ શોને જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે. આ શોએ અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા શોને પાછળ છોડીને પોતાની આગવી જગ્યા બનાવી છે.