
અહં… હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા છો કે લોકપ્રિય કોમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી સિરીયલમાં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવીને ઘરઘરમાં લોકપ્રિય થઈ ગયેલાં એક્ટર ગુરુચરણ સિંહ (Gurucharan Singh)ની જેમ વધુ એક કલાકાર રિયલ લાઈફમાં ગૂમ થઈ ગયો છે તો એવું નથી બોસ, આ તો રીલ લાઈફની વાત થઈ રહી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં હાલમાં ચાલી રહેલાં પ્લોટની વાત કરીએ તો અબ્દુલ ભલે ગોકુલધામનો નિવાસી ના હોય પણ તે સોસાયટીનો સૌથી લોકપ્રિય સભ્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. અબ્દુલ વિના ગોકુલધામના રહેવાસીઓની સવાર-સાંજ નથી થતી. આવો આ બધાનો ફેવરેટ અબ્દુલ મિસિંગ છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પ્લોટની વાત કરીએ તો રવિવારની સવારથી જ અબ્દુલે પોતાની દુકાન નહોતી ખોલી અને બપોર સુધી તેનો કોઈ પત્તો ના મળતાં ગોકુલધામવાસીઓ ચિંતામાં મૂકાઈ જાય છે.
અબ્દુલને શોધવા માટે ગોકુલધામવાસીઓ મદદ માંગવા પહોંચે છે ચાલુ પાંડે પાસે. ચાલુ પાંડે જે અત્યાર સુધીમાં સોસાયટીનો એક પણ કેસ નથી સોલ્વ કરી શક્યા એ આ વખતે ગૂમ થયેલાં અબ્દુલને શોધી શકશે? અબ્દુલ ક્યાં હશે અને એની સાથે શું થયું હશે? શું કોઈએ અબ્દુલનું અપહરણ કર્યું છે? શું અબ્દુલ પાછો આવશે?
આ પણ વાંચો : TMKOCનો કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલો આ કલાકાર જીવી રહ્યો છે આવું જીવન…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી દર્શકોનો મનગમતો શો રહ્યો છે અને એ સૌથી લાંબા સમય સુધી ચાલનારો સિટકોમમાંથી એક છે. 2008માં પહેલી વખત આ શો ઓનએર થયો હતો અને 4100થી વધુ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. 17 વર્ષથી ચાલી રહેલો આ શો દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડે છે