TMKOC: શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલાં દિવસથી જ… | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOC: શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે પહેલાં દિવસથી જ…

ટીવીના લોકપ્રિય ટીવી શોની વાત થઈ રહી હોય અને એમાં જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું નામ ના આવે તો જ નવાઈ. સાડાપાંચ દાયકા કરતાં પણ લાંબા સમયથી સતત દર્શકોનું સતત મનોરંજન કરી રહેલાં આ શોની એક અલગ ફેન ફોલોઈંગ છે. અત્યાર સુધીમાં અનેક વિવાદો અને પડકારો વચ્ચે પણ શો સફળતાના શિખરે છે. હવે આસિત મોદીના આ પ્રોજેક્ટ એક નવી સિદ્ધિ જોડાઈ ચૂકી છે અને એની ઊજવણી હાલમાં જ કરવામાં આવી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવો જોઈએ શું છે આ નવી સિદ્ધિ-

મળતી માહિતી મુજબ આસિત કુમાર મોદીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ હાલમાં જ 4500 એપિસોડ પૂરા કર્યા હતા. પ્રોડ્યુસર આસિત મોદીએ સીરિયલની સ્ટાર કાસ્ટ સાથે આ ખાસ પ્રસંગની ઉજવણી કરી હતી. 11મી સપ્ટેમ્બરના આ શોએ 4500 એપિસોડ પૂરા કર્યા હતા, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આસિત કુમાર મોદીએ આ સેલિબ્રેશનના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે એક બીજથી શરૂ થયેલું આ સપનું આજે હજારો લોકોના હાસ્યનો બગીચો બની ચૂક્યો છે. પહેલાં દિવસથી અમારી સાથે જોડાયેલા સાથીઓ, મહેનતુ ટીમ અને પડદાની પાછળ કામ કરનારા તમામ સાથીઓનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તમામ દર્શકો વિના તો આ સફર સાવ અધૂરી હતી. તમારો પ્રેમ જ અમારી તાકત છે. આગળ પણ હસી, ખુશી અને સકારાત્મકતાની આ સફર આ જ રીતે ચાલતી રહેશે.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને ફેન્સ આસિત મોદીને ખૂબ જ શુભેચ્છા આપી રહ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત 2008માં થઈ હતી અને એનો પહેલો એપિસોડ 28મી જુલાઈના ઓન એર થયો હતો. ત્યારથી આ શોમાં અનેક કેરેક્ટર જોડાયા છે અને દરેક કેરેક્ટરની એક આગવી ફેન ફોલોઈંગ છે. વર્ષો બાદ પણ આ શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ ટેનમાં રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આ શોમાં દયાબેનની એન્ટ્રીને લઈને એવી માહિતી સામે આવી હતી કે આસિત મોદી શોમાં દયાબેનને પાછા લાવવાની તૈયારીમાં છે. આ સિવાય આ કેરેક્ટર માટે બીજી એક્ટ્રેસના ઓડિશન લેવામાં આવી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી હતી. પરંતુ આવું કંઈ થયું નહીં. હાલમાં શોમાં એક નવા રાજસ્થાની પરિવારની એન્ટ્રી કરાવવામાં આવી છે. જોઈએ હવે આ પરિવારમાં શોમાં શું નવો જાદુ ચલાવે છે.

આ પણ વાંચો…TMKOC Alert: શું તારક મહેતામાં પાછા ફરશે દયાબેન? અસિતકુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button