TMKOC Alert: શું તારક મહેતામાં પાછા ફરશે દયાબેન? અસિતકુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો… | મુંબઈ સમાચાર
મનોરંજન

TMKOC Alert: શું તારક મહેતામાં પાછા ફરશે દયાબેન? અસિતકુમાર મોદીએ કર્યો મોટો ખુલાસો…

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહી છે અને આ સીરિયલના દરેક કેરેકટરની એક અલગ ફેન ફોલોઈંગ છે. પછી એ ગડા ઇલેક્ટ્રોનિકના માલિક જેઠાલાલ એટલે કે દિલીપ જોષી હોય કે બબીતાજી એટલે કે મુનમુન દત્તા હોય.

પરંતુ દર્શકો સૌથી વધુ કોઈને મિસ કરી રહ્યા હોય તો તે છે દયાબેન એટલે જે દિશા વાકાણી. હવે શોના મેકર અસિતકુમાર મોદીએ પણ દયાબેનના પાછા આવવા વિશે ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે આસિતકુમાર મોદીએ…

આસિતકુમાર મોદીએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ હવે શોમાં નવા દયાબેનને લઈને આવવાની તૈયારીમાં છે. આસિત મોદી હાલમાં જ રક્ષાબંધન પર દયાબેન એટલે કે દિશા વાકાણીના ઘરે રાખડી બંધાવવા માટે પહોંચ્યા હતા અને આના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા. બસ ત્યારથી જ શોમાં દયાબેનના પાછા ફરવાની અટકળો તેજ બની ગઈ હતી.

આપણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ સ્ટાર છે દુઃખમાં, પોસ્ટ કરીને આપી માહિતી…

તેમણે ઈન્ટરવ્યુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે 2017 દયાબેને શો છોડ્યો ત્યારે હું પરેશાન થઈ ગયો હતો કારણ કે તેમની સ્ટાઈલ અને કેરેક્ટર લોકોમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગયા હતા અને મેં એમને રિપ્લેસ કરવા વિશે નહોતું વિચાર્યું. અમારી વચ્ચે સારો સંબંધ છે અને કોઈ મતભેદ નથી.

દયાબેનના ગયા પછી હું તેમના પાછા આવવાની પ્રાર્થના કરી રહ્યો હતો. હું તેમની સાથે કામ કરવાનું પસંદ કરીશ. મને આશા હતી કે તેઓ પાછા આવશે. પણ તેમને પરિવાર પર ફોકસ કરવાનું પસંદ કર્યું અને માતા બન્યા. કોરોના મહામારી બાદ જ્યારે તેઓ બીજી વખત માતા બન્યા ત્યારે મને લાગ્યું કે તેમના માટે પાછા ફરવાનું મુશ્કેલ છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2022-23થી આસિતકુમાર મોદી દયાબેનનું રિપ્લેસ શોધી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ રિપ્લેસમેન્ટ મળ્યું નથી. હાલમાં જ દયાબેન પોતાના પરિવાર સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા માટે મુંબઈ આવ્યા હતા ત્યારે પણ દર્શકોને તેઓ શોમાં પાછા ફરશે એવી આશા જાગી હતી, પરંતુ આ બાબતે એક્ટ્રેસ કે આસિત મોદી દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button