Bakrid 2024 : વિના વાતે કૂદી પડવું સ્વરા ભાસ્કરને ભારે પડ્યું, નેટીઝન્સએ લીધી આડે હાથ | મુંબઈ સમાચાર

Bakrid 2024 : વિના વાતે કૂદી પડવું સ્વરા ભાસ્કરને ભારે પડ્યું, નેટીઝન્સએ લીધી આડે હાથ

મનમાં આવે તે બોલવું કે પોતાના મત વ્યક્ત કરવા સારી વાત છે, પણ ગમે ત્યાં બુદ્ધિમત્તા દર્શાવવી અને દરેક વાતને વિવાદમાં ફેરવી નાખવી જરૂર હોતી નથી. અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) આવું જ કંઈક કર્યું અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ ટ્વિટર પર બકરીદને (Swara Bhaskar on X) લગતી એક પોસ્ટ શેર કરી છે. આ સાથે, તેણે એક ફૂડ વ્લોગરને જવાબ આપ્યો છે, જેણે દાવો કર્યો છે કે તેને શાકાહારી હોવા પર ગર્વ છે.

નલિની ઉજાગર નામની ફૂડ બ્લોગરે તાજેતરમાં ફૂડ પ્લેટની તસવીર શેર કરી અને લખ્યું, મને શાકાહારી હોવાનો ગર્વ છે. મારી થાળી આંસુ, ક્રૂરતા અને પાપથી મુક્ત છે.

આ ટ્વીટનો જવાબ આપતા સ્વરાએ લખ્યું, સાચું કહું… મને શાકાહારી લોકો વિશે કંઈ સમજાતું નથી. તમારો સંપૂર્ણ આહાર ગાયોને તેમના વાછડાથી દૂર કરી તેમના દૂધને ચોરી કરવાથી બને છે. તેને બળજબરી ગર્ભાધાન કરાવો છે અને તેમનું દૂધ ચોરી લો છો. આ ઉપરાંત, તમે જે કંદમૂળ ખાઓ છો ત્યારે તે છોડને મારી નાખો છો. સારું રહેશે કે તમે રિલેક્સ કરો કારણ કે આજે બકરીદ છે. હવે સ્વરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાત પર લોકો અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કંગના સત્તાધારી પક્ષ માટે અવાજ ઉઠાવે છે અને હું….. સ્વરા ભાસ્કર અનકટ

સ્વરાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, શું તમે આ એટલા માટે લખી રહ્યા છો કારણ કે તમને લાગે છે કે તમે દોષિત છો? સ્વરા બેગમ. એક યુઝરે લખ્યું કે, અને તે પોતાનો અવાજ એવો ઊંચો કરી રહી છે જાણે તેને કોઈ વાછરડાના પ્રેમમાં હોય. ઓહ હા, તેને વાછરડા ગમે છે પણ કબાબ માટે.

એક યુઝરે લખ્યું, હું સંમત છું કે વાછરડાને તેની માતાના દૂધથી અલગ કરવું ખોટું છે, પરંતુ શું પ્રાણીઓને મારવા યોગ્ય છે? તમને લોકોને એ વાતની સમસ્યા છે કે દિવાળી પર મોટા અવાજે ફટાકડા ન ફોડવા જોઈએ અને હોળી પર પ્રાણીઓ પર રંગો ન લગાવવા જોઈએ કારણ કે તેનાથી તેમને બળતરા થઈ શકે છે, પરંતુ તમને એવા તહેવારની ઉજવણી કરવામાં કોઈ વાંધો નથી જેમાં પ્રાણીઓની હત્યાનો સમાવેશ થાય છે. તમે માતા છો, તમારા એજન્ડા માટે આવી બાબતોને યોગ્ય ઠેરવવાનું બંધ કરો, ખોટાને ખોટું કહેતા શીખો.

સંબંધિત લેખો

One Comment

  1. આ બાઈ બેવકૂફ છે..એને લાગે છે એ હોશિયાર છે..અને જે કહે છે એ સાચું કહે છે….હકીકત એ છે કે એ કોઈ ની ભાવના ડુબાડી રહી છે… એની ફિલ્મ જોવી જોઈએ નહીં..

Back to top button