ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીમાં કામ કરી ચૂકી છે આ એક્ટ્રેસ, એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો… | મુંબઈ સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીમાં કામ કરી ચૂકી છે આ એક્ટ્રેસ, એક્ટ્રેસે પોતે કર્યો ખુલાસો…

હાલમાં જ્યાં જુઓ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમની ટેરિફ પોલિસીની ચર્ચા થઈ રહી છે ત્યારે વાત કરીએ એક એવી બોલીવૂડ એક્ટ્રેસ વિશે જેણે અમેરિકાના આ રાષ્ટ્રપ્રમુખની કંપનીમાં કામ કરી ચૂકી છે. 1994માં મિસ યુનિવર્સ વિનર સુષ્મિતા સેને 2010થી 2012 સુધી આ બ્યુટી પેજેન્ટ ઓર્ગેનાઈઝેશન ફ્રેન્ચાઈઝીને સંભાળી હતી અને એ સમયે એક્ટ્રેસનો યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ પાલો પડ્યો હતો, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ઓર્ગેનાઈઝેશનના માલિક હતા. ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી-

સુષ્મિતા સેને ખુદ આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. સુષ્મિતાએ જણાવ્યું હતું કે તેને ખુદ સામેથી ફોન કરીને આ ઓફર આપવામાં આવી હતી. તેમણે કોલ કરીને પૂછ્યું કે શું તે આ ફ્રેન્ચાઈઝી લેવા માંગે છે? હું ચોંકી ગઈ અને મેં પૂછ્યું કે આ તો મારા માટે એક સપના સમાન છે. મેં ફ્રેન્ચાઈઝી લેતી વખતે એક ખૂબ જ આકરો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો.

આપણ વાંચો: ટ્રેન બ્રિજ પરથી પસાર થઈ અને નીચેથી પસાર થનારા વાહનચાલકો કેમ રોકાયા? વાયરલ વીડિયોનું જાણો કારણ

આગળ સુષ્મિતાએ જણાવ્યું હતું કે કારણ કે એ સમયે એના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ હતા. આ કામ સરળ કે મજેદાર તો બિલકુલ નહોતો. સુષ્મિતાએ સ્પષ્ટ કર્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે મારા ડાયરેક્ટ બોસ નહોતા. એ સમયે લકીલી મારા બોસ પેરામાઉન્ટ કમ્યુનિકેશન્સ અને મેડિસન સ્ક્વેયર ગાર્ડન હતા. ટ્રમ્પ નહીં.

સુષ્મિતા જ્યારે મિસ યુનિવર્સમાં આખું વર્ષ નોકરી કરતી ત્યારે મિસ યુનિવર્સ એમની બંને પાસે હતું. હું ડોનાલ્ડ ટ્રમ્પના ઓર્ગેનાઈઝેશનની ફ્રેન્ચાઈઝીની માલિક હતી. જોકે, તેમની ફ્રેન્ચાઈઝીના માધ્યમથી મુલાકાત થઈ, પણ તેણે ટ્રમ્પ વિશે વધારે વાત કરવાની મનાઈ કરી દીધી હતી અને કહ્યું કે આ એટલું જરૂરી નથી. કેટલાક લોકો પોતાની ઉપલબ્ધિઓ કે તાકાતને કારણે નહીં પણ પોતાની હસતીને કારણે છાપ છોડે છે. ટ્રમ્પ એ લોકોમાંથી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 1996થી 2005 સુધી મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના માલિકી રહ્યા હતા. રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ એક જાણીતા બિઝનેસમેન હતા અને હાલમાં તેઓ બીજી વખત યુએસના રાષ્ટપતિ તરીકેનો કારભાર સંભાળી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button