સુષ્મિતા સેને 48 વર્ષની ઉંમરે લગાવેલા આ ઠુમકા કેમ થયા વાયરલ?
મુંબઈ: મિસ યુનિવર્સનો તાજ જીતીને ભારતનું નામ આખા વિશ્ર્વમાં રોશન કરી સૌપ્રથમ મોડેલિંગ અને ત્યાર બાદ અભિનય ક્ષમતાથી શૉ-બિઝ-મનોરંજનની દુનિયામાં પોતાનો પગદંડો જમાવનારી સુષ્મિતા સેન આજે 48 વર્ષની છે. જોકે, હાલમાં જ વાયરલ થયેલા સુષ્મિતાના એક વીડિયોમાં તેના ડાન્સ મુવ્સ જોઇને લોકો તેના કાયલ થઇ ગયા છે.
સુષ્મિતા થોડા સમયથી ફરી રૂપેરી પડદે અને વેબ સિરીઝમાં દેખાઇ રહી છે અને એ ઉપરાંત સુષ્મિતા પોતાની પર્સનલ લાઇફને લઇને પણ સમાચારોમાં છવાયેલી રહે છે. પોતાના બોયફ્રેન્ડ રોહમન શૉલની સાથે પેચ-અપ થયું એ બાબતે સુષ્મિતા ચર્ચામાં રહી છે.
જોકે છેલ્લા એકાદ દિવસથી સુષ્મિતા પોતાના ડાન્સના કારણે ચર્ચામાં છે અને આ વીડિયો ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. સુષ્મિતાના વાઇરલ થઇ રહેલા ડાન્સનો વીડિયો જોઇને કોઇપણ ન કહી શકે કે તેની ઉંમર 48 વર્ષની થઇ હશે. વીડિયોમાં વ્હાઇટ ફ્લોરલ રફલ ડ્રેસ પહેરેલી સુષ્મિતા સેન ફ્રી સ્ટાઇલ ડાન્સ કરતી દેખાય છે.
સુષ્મિતાનો ઇન્સ્પાયરિંગ ડાન્સ વીડિયો જોઇને તેના ફેન્સ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા. વ્હાઇટ ફ્લોરલ ડ્રેસમાં અત્યંત સોહામણી દેખાઇ રહેલી સુષ્મિતા સેનનો વીડિયો ગણતરીની મીનિટોમાં જ વાઇરલ થઇ ગયો હતો.
ખાસ કરીને લોકો આ ઉંમરમાં તેની ફિટનેસ અને શરીરની લચક હજી અકબંધ છે એ વાતની ચર્ચા કરી રહ્યા છે અને તેનાથી ઇન્સ્પાયર થઇ રહ્યા છે.
સુષ્મિતાએ પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સ વીડિયો મૂક્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘જ્યારે આગ અને પાણી એકસાથે વહે છે ત્યારે…એ જ રીતે તમે પણ એક જ લયમાં આગળ વધો. લવ યુ.’ આ વીડિયોમાં સુષ્મિતા ખૂબ જ ગ્રેસફુલ અદામાં ડાન્સ કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેન છેલ્લે સંદિપ મોદીની ક્રાઇમ સિરીઝ ‘આર્યા-3’માં જોવા મળી હતી અને આ સિરીઝમાં તેણે ભજવેલા પાત્રને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. સુષ્મિતાના ફેન્સ હવે તેને ફરી પાછી અભિનય કરતી જોવા માગે છે, પરંતુ જ્યાં સુધી તે રૂપેરી પડદે ન જોવા મળે ત્યાં સુધી સુષ્મિતા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પોતાની ઝલક સમયે સમયે દેખાડતી રહે છે.