જ્યારે અભિનેત્રીએ તાજની સામે તાજ પહેરીને પોઝ આપ્યો…..
સુષ્મિતા સેન એક એવી અભિનેત્રી છે જે અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ એટલી જ જાણીતી છે. લોકો તેને beauty with brains કહીને નવાજે એમાં કંઇ આશ્ચર્ય નથી. અભિનેત્રી પોતાની ફિટનેસ અને ગ્લેમર માટે પણ જાણીતી છે. 48 વર્ષની ઉંમરે પણ તે અદ્ભુત રીતે ફિટ અને ગ્લેમરસ દેખાય છે.
જ્યારે સુષ્મિતા મિસ યુનિવર્સ બની હતી ત્યારે તેનો ચાર્મ જ કંઇ અલગ હતો. તે સમયે તે એટલી સુંદર દેખાતી હતી કે તમે તેને ટીકી ટીકીને બસ જોયા જ કરો. તેની આંખોમાં નિર્દોષતા તરતી હતી. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે, જેમાં તે તાજમહેલની સામે તાજ પહેરીને ઊભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે. જોકે, તાજવાળી સુષ્મિતાની બ્યુટી સામે તાજમહેલની સુંદરતા પણ વામણી લાગી રહી છે.
હાલમાં સુષ્મિતાનો આ વીડિયો ડિઝાઇનર રિતુ કુમારે શેર કર્યો છે. વીડિયોને શેર કરતા તેણે જણાવ્યું હતું કે શૂટ દરમિયાન અભિનેત્રી બેહોશ થઇ ગઇ હતી. પણ તેણે નોર્મલ થયા બાદ ફોટોશૂટ કરાવ્યું હતું અને બધા જ ફોટા ઘણા સરસ આવ્યા હતા. સુષ્મિતા ઘણી જ સુંદર લાગી રહી હતી. હવે સુષ્મિતા સેનનો આ 30 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો માણો