મનોરંજન

દસ-દસ અફેર કર્યા પછી હવે આ અભિનેત્રીને રિલેશન બાંધવામાં રસ નથી, કોણ છે એ એક્ટ્રેસ?

અભિનેત્રી સુષ્મિતા સેન આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફ માટે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી સિંગલ છે અને હાલમાં થઈને કોઈની સાથે સંબંધ બાંધવામાં રસ નથી. રોહમન શોલ સાથેના બ્રેકઅપ પછી પણ સુષ્મિતા સેન ઘણીવાર તેની સાથે જોવા મળે છે તેથી એવી ચર્ચાઓ થવા લાગી હતી કે બંનેએ પેચઅપ કરી લીધું છે જોકે, હાલમાં જ હવે સુષ્મિતા સેને જણાવ્યું છે તે ત્રણ વર્ષથી સિંગલ છે.

જોકે, એક્ટ્રેસના બોય ફ્રેન્ડ્ઝનું લિસ્ટ ઘણું લાંબુ છે. અત્યાર સુધી ઘણા છોકરાઓને સુષ્મિતા ડેટ કરી ચૂકી છે. આપણે એના વિશે જાણીએ.

ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથેના અભિનેત્રીના આફેરના સમાચાર ઘણા ચર્ચામાં રહ્યા હતા જોકે બંનેનો સંબંધ લાંબો સમય ટક્યો ન હતો કારણ કે વિક્રમ ભટ્ટ પરણેલો હતો. સુષ્મિતાનું નામ અભિનેતા રણદીપ હુડા સાથે પણ જોડાયું હતું અને તેઓ ત્રણેક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને ત્યારબાદ તેમણે સારી નોંધ પર તેમના સંબંધને પૂરો કર્યો હતો. સુષ્મિતા સેલિબ્રિટી મેનેજર બંટી સજદેહ સાથે પણ રિલેશનશિપમાં રહી ચૂકી છે. તે સમયે બંટી સુષ્મિતાના મેનેજર હતા, પરંતુ મેનેજર હોવાને કારણે બંનેએ આ સમાચારને ઉડાવી દીધા હતા. બંને ઘણી વખત એકસાથે હાથ પકડેલા જોવા મળ્યા હતા.

આ પન વાચો : એક્સ અંગે સુષ્મિતા સેને કર્યો ચોંકાવનારો ખુલાસો, મર્યાદા જરુરી

ત્યારબાદ સુષ્મિતાનું નામ ડાયરેક્ટર મુદસ્સર અઝીઝ સાથે પણ જોડાયું હતું. આ બંનેએ ‘દુલ્હા મિલ ગયા’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમના અફેરની ચર્ચાઓ ચાલી રહી હતી. કહેવાય છે કે બંને અવારનવાર એકબીજાને મળવા આવતા હતા. તેઓ પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં સાથે આવતા હતા. પણ પછી બંને અલગ થઈ ગયા હતા. સુષ્મિતાના હોટ મેલના સ્થાપક શબ્બીર ભાટિયા સાથેના સંબંધો પણ ચર્ચામાં રહ્યા હતા એમ પણ જાણવા મળ્યું હતું કે શબ્બીર ભાટિયાએ સુષ્મિતાને 10.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. શબ્બીર સુષ્મિતા કરતા સાતેક વર્ષ મોટો હતો. જોકે, સુષ્મિતાની આ પ્રેમ કહાની પણ અધુરી રહી ગઇ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button