માઈનસ એક ડિગ્રીમાં સ્વિમિંગ પૂલમાં શું કરતી દેખાઈ Sushmita Sen? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

માઈનસ એક ડિગ્રીમાં સ્વિમિંગ પૂલમાં શું કરતી દેખાઈ Sushmita Sen? વીડિયો થયો વાઈરલ…

Actress Sushmita Sen હાલમાં તેની એક્શન થ્રિલર સિરીઝ આર્યાની ત્રીજી સિઝનને લઈને ખૂબ જ ચર્ચામાં છે, પણ એક્ટ્રેસે આર્યા-થ્રીની રિલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો છે કે ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. આવો જોઈએ શું કર્યું એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અઝરબૈનના વેકેશનનો છે અને આ વેકેશન પર એક્ટ્રેસ માઈનસ એક ડિગ્રી તાપમાન વચ્ચે સ્વિમિંગપૂલમાં સ્વિમિંગ કરીને ઈન્ટરનેટનો પારો ચઢાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનનો આ વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.


વાઈરલ થઈ રહેલાં આ વીડિયોની શરૂઆત એ રીતે થાય છે કે જાણે કોઈ ફિલ્મ હોય. એક તરફ સ્વિમિંગ પૂલ અને પછી બરફથી આચ્છાદિત પર્વતો જોવા મળી રહ્યા છે. પછી વીડિયોનું ફોકસ થાય છે અને એક્ટ્રેસ હોટ વોટર પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે. બ્લેક કલરના સ્વિમિંગ કોસ્ચ્યુમમાં જ્યારે સુશ પાણીની વચ્ચેથી નીકળે ત્યારે એના એક્સપ્રેશન જોવા લાયક હોય છે.

સુષ્મિતાએ આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે બરફથી ઢંકાયેલા પહાડ, માઈનસ 1 ડિગ્રી તાપમાન, એક ગરમ આઉટડોર પુલ અને એમાં એક ડાઈવ મારવાની ઈચ્છા… ઉફફ શું એક્સપિરિયન્સ છે. આઝાદ થવા માટે અને નેચર સાથે…

સુષ્મિતા સેનના આ વીડિયો પર નેટિઝન્સ જોરદાર રિએક્શન આપી રહ્યા છે અને તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતાની ક્રાઈમ થ્રિલર સિરીઝ આર્યા સિઝન-3 ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. નવમી ફેબ્રુઆરીના આ સિરીઝ રિલીઝ થઈ રહી છે.

Back to top button