લગ્ન પછી ‘સંસ્કારી વહૂ’ બની બિકિની બેબઃ જુઓ સુરભીનો બોલ્ડ અંદાજ…

ટીવી સિરિયલમાં નાગિન સુરભી જ્યોતિ લગ્ન પછી હવે બોલ્ડ અંદાજમાં જોવા મળી. લગ્ન પછી પતિ સાથેના ગ્લેમરસ અંદાજની તસવીરોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. વેકેશન પર પહોંચેલી સુરભી જ્યોતિએ સ્વિમિંગ પુલમાં બ્લેક બિકિનીમાં મોજ કરતી તસવીરોએ પોતે પોસ્ટ કરીને ચર્ચામાં આવી છે.

સુરભી જ્યોતિએ તાજેતરમાં બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન પછી ક્વોલિટી ટાઈટ સ્પેન્ડ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં સુરભીએ એકદમ બોલ્ડ અંદાજની તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવ્યા છે. ટીવી પરની સંસ્કાર વહૂનું પાત્ર ભજવીને લાઈમલાઈટમાં રહેતી સુરભી જ્યોતિના ઈન્સ્ટાગ્રામ પર પણ તગડી ફેન એન્ડ ફોલોઇંગ ધરાવે છે, જ્યારે ત્યાં વિશેષ એક્ટિવ પણ રહે છે.
સુરભીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી સ્વમિંગ પુલમાં બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે, જેમાં લગ્ન પછી પહેલી વખત બિકિની લૂકમાં જોવા મળી છે. એક કરતા અનેક પોઝ આપતા તસવીરો શેર કર્યા પછી ગણતરીના કલાકોમાં ઈન્ટરનેટ પર સુરભીની તસવીરો વાઈરલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને સુરભીએ લખ્યું હતું કે ઓલ ટેઈન એન્ડ હેપી. શોર્ટ કેપ્શન લખીને અનેક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં નેચર સાથે મેચ કરતા બ્લેક ગોગલ્સ અને ખુલ્લાવાળ સાથે ન્યુડ મેકઅપમાં સુરભીની તસવીરો પર સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપી હતી. સ્વિમિંગ પુલમાં સુરભીએ એક કરતા અનેક પોઝ આપ્યા છે.

હવે જો તમારા મનમાં થયું હશે કે આ કઈ અભિનેત્રી છે તો 2010માં સુરભીએ ટેલિવિઝન ક્ષેત્રે એન્ટ્રી કરી હતી. જાણીતા ટીવી શો અખિયાં તો દૂર જાઈએ નામાં અભિનય કર્યો હતો. આમ છતાં કબૂલ હૈ સિરિયલથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં તેને આગવી ઓળખ મળી હતી. કબૂલ હૈ સિરિયલમાં સુરભી જ્યોતિએ કરણ સિંહ ગ્રોવરની સાથે જોવા મળી હતી. આ સિરિયલમાં બંનેની જોડીએ વિશેષ લોકપ્રિયતા મેળવી હતી.



