સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મનું ટીઝર રિલીઝ
મુંબઈ: દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ એક્શન ડ્રામા ફિલ્મની અદ્ભુત ઝલક દેખાડતું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત દ્વારા આ ફિલ્મનું સ્ક્રીન પ્લે અને ડિરેક્શન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંતની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
લાલ સલામનું એક્શન-પેક્ડ ટીઝરમાં દર્શાવ્યું છે કે એક ગામમાં ક્રિકેટને મેચ લીધે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. ટીઝર શરૂ થતાં કોમેન્ટેટર કહે છે આ માત્ર એક રમત નથી પણ યુદ્ધ છે. ટીઝરમાં રજનીકાંત મોઈદીનભાઈના વ્યક્તિના રોલમાં તેમની ઝલક જોવા મળી છે. મોઈદીનભાઈના પોતાની કારમાં એન્ટ્રી લઈ પોતાના એક્શન અંદાજમાં ગુંડાઓ સાથે ટક્કર લેતા જોવા મળે છે. ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ક્રિકેટ રમતી બંને ટીમોને લીધે ગામમાં હિંસા થઈ રહી છે.
આ ફિલ્મમાં ભારતને સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનાર ક્રિકેટ લિજન્ડ કપિલ દેવનો પણ એક ખાસ કેમિયો જોવા મળે છે. કપિલ દેવના આ ખાસ કેમીઓની જાહેરાત રજનીકાંતે થોડા દિવસ પહેલા કરી હતી. લાલ સલામનું ટીઝર પર ચાહકો જુદી-જુદી પ્રતિક્રિયા અને કમેનટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું ચાહકે આ ફિલ્મ કમર્શિયલ હિટ થવાની સાથે એક સારો મેસજ પણ આપશે.
સાત વર્ષના લાંબા બ્રેક બાદ રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ લાલ સલામ સાથે પાછું કમબેક કર્યું છે. ઐશ્વર્યાએ એક્શન-થ્રિલરથી ભરપૂર વાઈ રાજા વાઈ નામની ફિલ્મને ડિરેક્ટ કરી હતી. જેમાં સાઉથનો સ્ટાર ધનુષનો પણ કેમિયો હતો. લાલ સલામમાં રજનીકાંતનું મોઈદીનભાઈનું પાત્ર મહત્વની ભૂમિકા ભજવશે.
રજનીકાંત છેલ્લે જેલર ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 650 કરોડથી વધુની કમાઈ કરી હતી. મળેલી માહિતી મુજબ રજનીકાંત તેમના આગામી પ્રોજેક્ટ થલાઈવર 170માં વ્યસ્ત છે. થલાઈવર 170માં બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સ્ક્રીન શેર કરશે.
આ ફિલ્મ સાથે રજનીકાંત અને અમિતાભ બચ્ચન 33 વર્ષ બાદ એક જ પડદા પર સાથે કમ કરતાં જોવા મળશે. ગયા વર્ષે મકર્સે ફિલ્મની શૂટિંગ દરમિયાનની તસ્વીરો શેર કરી હતી જેમાં બંને અભિનતાઓ સાથે જોવા મળ્યા હતા.