Sunny Sanskari Ki Tulsi Kumari review: ફિલ્મ ફ્લોપ જાય તેવું લગભગ બધુ જ છે

બાયોપિક અને માઈથોલોજિકલ ફિલ્મોથી થાકી ગયેલા દર્શકોને જ્યારે સૈયારા જેવી મ્યુઝિકલ લવસ્ટોરી જોવા મળી તો તેમણે સારો રિસ્પોન્સ આપ્યો, પણ પછીથી ઘણી રોમકોમ કે લવસ્ટોરી આવી પણ દર્શકોને તે ખાસ ગમી નહીં, જ્હાનવીની પરમસુંદરીને થોડોઘણો પ્રેમ મળ્યો, પણ ફિલ્મ જ ફ્લોપ થવા બનાવી હોય ત્યારે શું કરવું. હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, બ્રદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મો આપનારા શશાંકે એ જ ઝોનરની ફિલ્મ સન્ની સંસ્કારી કી તુલસી કુમારી આપી, પણ સ્ક્રીપ્ટ, એક્ટિંગ, ડિરેક્ટશન બધામાં નબળી સાબિત થઈ છે. ચાલો જાણીએ ફિલ્મમાં શું નથી.
શું છે સ્ટોરી

સન્ની સંસ્કારી (વરૂણ ધવન) નાનો-મોટો શાયર છે અને અનન્યા (સાનિયા મલ્હોત્રા)ને બે વર્ષથી ડેટ કરે છે, પણ સાન્યા આને સિચ્યુએશનશિપ કહી વિક્રમ સિંહ (રોહીત શરાફ) સાતે લગ્ન કરવાની હા પાડે છે. બીજી બાજુ રોહીતની ગર્લફ્રેન્ડ તુલસી કુમારી (જ્હાનવી કપૂર) રોહીતને ભૂલવાની કોશિશ કરે છે. સન્ની અને તુલસી મળી પોતાનો પહેલો પ્રેમ ફરી મેળવવાની કોશિશમાં જે કંઈ કરે છે તે આ ફિલ્મની વાર્તા છે.
ફિલ્મ શરૂઆતથી જ નબળી ચાલે છે. વરૂણની એક્ટિંગ થોડી ઘણી તમને પકડવાની કોશિશ કરે છે, પરંતુ તેની વિચિત્ર શાયરીઓ અને ઢંગઢંડા વગર આગળ ચાલતી વાર્તા બોર કરે છે. ફિલ્મમાં કોઈ એવું ઈમોશનલ ફેક્ટર નથી જે તમને જોડી રાખે. એન્ટરટેઈનમેન્ટ પણ નથી અને ઑવરએક્ટિંગનો ડોઝ છે. રોમકોમ બનાવવી એટલી સહેલી નથી, જેટલું આપણે માનીએ છીએ. શશાંકે ધડક પણ બનાવી છે અને વરૂણ આલિયાને લઈને બે સારી રોમકોમ આપી છે, પરંતુ અહીં તે દરેક રીતે નિષ્ફળ નિવડ્યો છે.
કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન

વરૂણ ધવન સો ટકા કૉમેડીમાં માસ્ટર છે, પરંતુ તેનું પાત્ર એટલું બોરિંગ રીતે લખાયેલું છે કે આ ફિલ્મ જોઈને એ નો એ વરૂણ જ જોવા મળે છે. જહાનવી પરમસુંદરી બાદ ફરી એક્ટિંગ કરવાનું ભૂલી ગઈ હોય તેમ એકપણ સિનમાં ઈમ્પ્રેસિવ નથી. સાન્યા અને રોહીતના ભાગે ખાસ કંઈ કરવાનું નથી આવ્યું પણ સાન્યા સારું કામ કરી ગઈ છે. મનીષ પોલ બે ઘડી મજા કરાવે છે. ફિલ્મની સ્ટોરી અને ડિરેક્શન બન્ને નબળા જ છે. વાર્તા બરાબર લખાઈ નથી અને કહેવાઈ પણ નથી. મ્યુઝિક પણ ખાસ કંઈ જાદુ જગાવી શક્યો નથી.
જો તમને માત્ર થિયેટરમાં બેસીને ટાઈમપાસ કરવો હોય તો ફિલ્મ જોવા જજો.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 2/5