
ભોજપુરી સ્ટાર પવન સિંહ (Bhojpuri Star Pawan Singh)ના ગીતોની ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. જેવી એની ફિલ્મ કે કોઈ ગીતની એનાઉન્સમેન્ટ થાય એટલે ફેન્સ એકદમ એક્સાઈટેડ થઈ જાય છે. હવે તમે જ વિચારો કે આવા પવન સિંહ અને આપણી બેબી ડોલ એટલે કે સની લિયોન (Sunny Leone) એક સાથે જોવા મળે તો? ફેન્સ માટે તો આ કોમ્બિનેશન એક ટ્રીટ સમાન છે અને તમારી જાણ માટે કે આ ડેડલી કોમ્બિનેશન થોડાક સમય પહેલાં જ એક સાથે જોવા મળી ચૂક્યું છે. આવો જોઈએ ક્યારે અને શું છે આખો મામલો..
પવન સિંહ અને સની લિયોન એક ગીતમાં સાથે જોવા મળી ચૂક્યો છે અને આ ગીત જેવું રીલિઝ થયું કે તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. અહીં વાત થઈ રહી છે લાલ ચુનરિયા ગીતની… આ ગીત રીલિઝ થઈને ચાર મહિના થઈ ગયા છે પણ તેમ છતાં આજે પણ લોકોના પ્લે લિસ્ટમાં આ ગીત આજે પણ ટોપ પર છે. આ ગીતને અત્યાર સુધીમાં મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
તેરી લાલ ચુનરિયા ગીતમાં પવન સિંહ સની લિયોન (Sunny Leone) સાથે રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ ગીતને યુટ્યૂબ પર 23 મિલિયન એટલે કે બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે. હજી પણ જ્યારે ચાન્સ મળે ત્યારે લોકો આ ગીત ચોક્કસ જુએ છે. આ ગીત પવન સિંહ અને જ્યોતિકાએ ગાયું છે.
આ ગીતને પવન સિંહના જન્મદિવસ પર ખાસ રીલિઝ કરવામાં આવ્યું હતું. પવન સિંહના આ ગીતને રીલિઝ થઈને મહિનાઓ થઈ ગયા છે અને તેમના ગીત તો તરત જ વાઈરલ થઈ જતાં હોય છે પણ સની લિયોન સાથેનો આ ખાસ અંદાજ ફેન્સ ખૂબ જ પસંગ આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પવન સિંહ રાજકારણમાં સક્રિય થઈ ગયા છે અને તેઓ હાલમાં બિહારના કારાકાટ ખાતેથી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહ હાલમાં ખૂબ જ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને તેમની સાથે તેમની પત્ની જ્યોતિ સિંહ અને માતા પણ પ્રચાર કરી રહ્યા છે.