મનોરંજન

આ કારણે ‘Animal Movie’નો ક્લાઇમેક્સ જોયા વગર જ બહાર નીકળી ગયો હતો સની દેઓલ…

દેઓલ પરિવાર માટે વર્ષ 2023 ખૂબ સારું ફળ આપનારું રહ્યું. બંને દેઓલ ભાઇઓ સની-બોબીની ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાલ સાબિત થઇ. એક તરફ મોટાભાઇ સની દેઓલે ‘ગદર-2’ જેવી બ્લોકબસ્ટર આપી હતી, બીજી તરફ ‘Animal’ માં બોબી દેઓલે તેની દમદાર એક્ટિંગ વડે તમામ રેકોર્ડ્ઝ તોડી નાખ્યા હતા.

ત્યારે આ અંગે એક ઇન્ટરવ્યુમાં ખુશખુશાલ સનીએ જણાવ્યું હતું કે તેણે Animal જોઇ હતી, પરંતુ તે તેનો ક્લાઇમેક્સ જોઇ શક્યો ન હતો. સની દેઓલે જણાવ્યું હતું કે ફિલ્મના ક્લાઇમેક્સના દ્રશ્યમાં બોબી દેઓલનું મોત થતું બતાવવામાં આવ્યું છે, જેને પગલે તેને થયું કે તે બોબીને મરતો જોઇ શકશે નહિ, આથી તે બહાર નીકળી ગયો હતો.

આ ઉપરાંત બોબીની માતાએ પણ આવી જ પ્રતિક્રિયા આપી હતી, ‘Animal’ની રિલીઝ પછી, બોબી દેઓલે કહ્યું હતું કે, ‘ક્લાઈમેક્સ સીનમાં તેમનું મૃત્યુ જોઈને તેમની માતા રડી પડી હતી. થિયેટરમાંથી ઘરે પાછા ફર્યા પછી માતાએ બોબીને ભવિષ્યમાં આ પ્રકારના રોલ ન કરવા માટે પણ કહ્યું હતું.’


સનીએ આગળ જણાવ્યું હતું કે, “પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘આશ્રમ’ બોબીના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ હતી, હું તેના માટે ખૂબ જ ખુશ છું. હવે હું કહી શકું છું કે લોકો તેના પ્રત્યે પ્રામાણિક ન હતા. લોકો તેને સ્વીટ બોય કરીને બોલાવતા હતા પણ તેને કોઇએ આગળ આવવા દીધો નહિ..”


બોલીવુડમાં પોતાના શરૂઆતના દિવસો વિશે પણ સનીએ ઇન્ટરવ્યુમાં વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે “શરૂઆતમાં લોકો મને ઘમંડી માનતા હતા. તેઓ વિચારતા હતા કે હું જાણી જોઈને પાર્ટીઓમાં નથી જતો પરંતુ થોડો સમય બાદ તેઓ સમજી ગયા કે હું એવી વ્યક્તિ નથી કે જે પાર્ટીઓમાં હાજરી આપે અને દારૂ પીવે.” તેવું સનીએ ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button