મનોરંજન

Viral Video: સની દેઓલે કોને કહ્યું કે તમને જરાય શરમ નથી આવતી કે તમારા ઘરે પણ…

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ગઈકાલે જ 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને જુહૂ ખાતેના ઘરે પહોંચ્યા હતા. ઘરે જ ડોક્ટરોની દેખરેખ હેઠળ હવે ધર્મેન્દ્રની સારવાર કરવામાં આવી રહી છે. ફેન્સ અને પરિવારના નજીકના લોકો ધરમપાજીને ખબર પૂછવા ઘરે આવી રહ્યા છે. આવા સમયે ધરમપાજીના ઘરે પેપ્ઝનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધા સની દેઓલ ખૂબ જ અનકમ્ફર્ટેબલ થઈ ગયો હતો અને તેણે બહાર આવીને પેપ્ઝ પર ગુસ્સો પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેમણે પેપ્ઝને કહ્યું તમને શરમ વગેરે કંઈ આવે છે કે નહીં..

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સની દેઓલ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલે પેપ્ઝ પર પોતાની ભડાસ કાઢી હતી અને નેટિઝન્સ વીડિયોમાં તેમનો ગુસ્સો જોઈને તેને વાજબી ગણાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સની દેઓલ ઘરમાંથી બહાર આવે છે અને સામે પેપ્ઝને જોઈને ગુસ્સામાં આવી જાય છે અને તેમને કહે છે કે તમારા ઘરમાં માતા-પિતા છે, બાળકો છે અને તમે અહીંયા આવીને વીડિયો બનાવો છો. તમને બિલકુલ શરમ નથી આવતી. આ સમયે પેપ્ઝને સનીએ હાથ જોડીને વોર્નિંગ પણ આપી હતી. આ સમયે તેમણે લોવર અને ગ્રે શર્ટ પહેર્યું હતું.

આ વીડિયો પર હવે સોશિયલ મીડિયા પર યુઝર્સના રિએક્શન આવી રહ્યા છે. કેટલાક લોકો સની દેઓલના ગુસ્સાને વાજબી ગણાવ્યો હતો. પરંતુ પેપ્ઝ જે રીતે તેમના ઘરની બહાર ધામા નાખીને બેસી રહ્યા છે એ પ્રાઈવસીનું ઈવેન્ઝન છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ આ શું હરકત છે, તેમને એકલા છોડી દો. બીજા એક વ્યક્તિએ જણાવ્યું હતું આવી સ્થિતિમાં તો કોઈને પણ ગુસ્સો આવશે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પહેલાં અફવા ફેલાવી અને હવે પરેશાન કરી રહ્યા છો.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર બીમાર પડ્યા બાદ એક સમયે તેમના નિધનની અફવાઓ ફેલાઈ હતી. આ અફવાઓને કારણે હેમા માલિની પણ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. ત્યાર બાદ ઈશા દેઓલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ધર્મેન્દ્રના હેલ્થની અપડેટ આપી હતી.

આ પણ વાંચો…ધર્મેન્દ્રની સારવારને લઈ પરિવારે શું લીધો મોટો નિર્ણય? જાણો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button